° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


૧૫ ટકા સ્કૂલ-ફી ઘટાડાના નિર્ણયનો અમલ થશે ખરો?

30 July, 2021 08:31 AM IST | Mumbai | Pallavi Smart

આવું લાગતું નથી, કારણ કે સરકારના નિર્ણયની સામે સ્કૂલ સંગઠનો કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે

ફી ન ચૂકવાતાં ઑનલાઇન ક્લાસિસ બંધ કરનારી દાદરની સ્કૂલના મૅનેજમેન્ટના નિર્ણયનો વિરોધ કરવા સ્ટુડન્ટ્સના વાલીઓ એકઠા થયા હતા. ફાઇલ ફોટો

ફી ન ચૂકવાતાં ઑનલાઇન ક્લાસિસ બંધ કરનારી દાદરની સ્કૂલના મૅનેજમેન્ટના નિર્ણયનો વિરોધ કરવા સ્ટુડન્ટ્સના વાલીઓ એકઠા થયા હતા. ફાઇલ ફોટો

સ્કૂલ-ફીમાં ૧૫ ટકા ઘટાડો કરવાના સરકારના નિર્ણય સામે સ્કૂલના મૅનેજમેન્ટે બાંયો ચડાવી છે. શિક્ષણ ખાતાનાં પ્રધાન વર્ષા ગાયકવાડે કરેલી જાહેરાતનું  નોટિફિકેશન હજી સ્કૂલોને મળ્યું નથી. જોકે સ્કૂલ મૅનેજમેન્ટ અસોસિએશને આ કાયદાને અયોગ્ય ગણાવીને એની વિરુદ્ધ કોર્ટ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

ઇન્ડિપેન્ડન્ટ ઇંગ્લિશ સ્કૂલ અસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિવિધ બૅકગ્રાઉન્ડથી આવતાં બાળકોને શિક્ષણ પૂરી પાડતી અનેક શાળાઓ છે. એવામાં બધી શાળાઓને લાગુ પડતો આવો સમાન કાયદો લાગુ કરવો અયોગ્ય છે. એવી સ્કૂલો જેને મહામારીમાં ૫૦ ટકા કરતાં પણ ઓછી ફી મળતી હોય એમના માટે આ કાયદો એના અસ્તિત્વને જોખમમાં મૂકનારો સાબિત થશે.  દેશમાં ફી નિયંત્રણનો કાયદો અમલમાં છે જ. આ કાયદા હેઠળ સ્કૂલો મનસ્વી રીતે ફી વધારી શકતી નથી. સ્કૂલોએ ફી વધારવા માટે વાલીઓ સાથે વિચાર-વિમર્શ કરવો આવશ્યક છે. એવામાં આ નવો કાયદો વિસંગત છે.’

વાલીઓમાં એક વર્ગ એવો પણ છે જે ફી ચૂકવવા સમર્થ હોવા છતાં ચૂકવતો નથી. આવામાં સરકારનું સંપૂર્ણ લક્ષ્ય શાળાઓનું અસ્તિત્વ ટકાવવા પર હોવું જોઈએ. જોકે કાયદેસર પગલાં લેતાં પહેલાં અસોસિએશન સરકારી નોટિફિકેશનની રાહ જોઈ રહ્યું હોવાનું રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું.

અન્ય એક મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ અસોસિએશન (મેસ્ટા) પણ સરકારને કોર્ટમાં પ્રશ્ન કરવા વિચારી રહી છે. અસોસિએશનના પ્રમુખ સંજયરાવ તાયડે પાટીલે કહ્યું હતું કે ‘સરકારનો આ નિર્ણય સમસ્યા ઓછી કરવાને બદલે વધારી શકે છે. મેસ્ટાએ અગાઉ નાણાકીય સમસ્યા વેઠી રહેલા વાલીઓને ફીમાં પચીસ ટકાનો ઘટાડો કરી આપ્યો હતો. હવે આ નિર્ણયથી આવા વાલીઓને મળતા ફીઘટાડાના લાભમાં ઘટાડો થશે. જોકે અમે આ નિર્ણયને કોર્ટમાં પડકારવા તૈયાર છીએ.’

30 July, 2021 08:31 AM IST | Mumbai | Pallavi Smart

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK