° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


લોઅર પરેલના રહેવાસી અને દુકાનદારોને આ વર્ષે મળશે પાણી ભરાવામાંથી મુક્તિ?

26 April, 2022 10:52 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

દુકાનદારો અને રહેવાસીઓને થતા લાખો રૂપિયાના નુકસાનમાંથી બચાવવા સુધરાઈએ યુદ્ધના ધોરણે ગટરની નવી લાઇન નાખવાની તૈયારી તો કરી, પણ ટ્રાફિકની પરવાનગી ન હોવાથી કામ પૂરું થશે કે નહીં એને લઈને અસ્પષ્ટતા

લોઅર પરેલ વેપારી અસોસિએશનના પ્રતિનિધિઓ અને નગરસેવિકા તથા ભૂતપૂર્વ મેયર સ્નેહલ આંબેકરે ગયા અઠવાડિયે મહાનગરપાલિકાના જી/સાઉથ વૉર્ડના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

લોઅર પરેલ વેપારી અસોસિએશનના પ્રતિનિધિઓ અને નગરસેવિકા તથા ભૂતપૂર્વ મેયર સ્નેહલ આંબેકરે ગયા અઠવાડિયે મહાનગરપાલિકાના જી/સાઉથ વૉર્ડના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

લોઅર પરેલના સીતારામ જાધવ માર્ગ પર છેલ્લાં ચાર વર્ષથી મિસ્ત્રી બિલ્ડિંગથી છોટાણી બિલ્ડિંગ સુધીના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાથી આ વિસ્તારમાં આવેલા દુકાનદારો અને રહેવાસીઓને થતા લાખો રૂપિયાના નુકસાનમાંથી બચાવવા આ વિસ્તારમાં ચોમાસા પહેલાં યુદ્ધ ધોરણે ગટરની નવી લાઇન નાખવામાં આવશે એવું આશ્વાસન લોઅર પરેલ વ્યાપારી અસોસિએશનના પ્રતિનિધિઓને મહાનગરપાલિકાના જી/સાઉથ વૉર્ડના અધિકારીઓએ આપ્યું તો છે, પણ એ આશ્વાસન જ બનીને રહે એવી ભારોભાર શક્યતા છે કારણ કે ગઈ કાલે વેપારીઓ સાથેની મીટિંગમાં સુધરાઈએ પોતાના હાથ ઉપર કરીને કામ શરૂ ન થવા માટેનો દોષ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પર નાખી દીધો હતો.

લોઅર પરેલ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં છેલ્લાં છ વર્ષથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે. વરસાદનું પાણી ભરાઈ જવાથી દુકાનોમાં પાણી આવતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓનાં ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં તેમના ફર્નિચરને નુકસાન થાય છે. અમે કોવિડકાળમાં પણ આ બાબતની અનેક વાર મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. એ સમયે અમને જી/સાઉથના પ્રભાગ સમિતિના અધ્યક્ષ દત્ત નરવણકરે બાંયધરી આપી હતી કે તેઓ ચોમાસા પછી તરત જ નવી ગટરની લાઇનનું બાંધકામ શરૂ કરશે. આમ છતાં મહાનગરપાલિકા આ મુદ્દે અમારા સતત પ્રયાસ છતાં આજ સુધી કોઈ જ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે.’

દુકાનદારો અને રહેવાસીઓને થતા માનસિક ત્રાસ અને આર્થિક નુકસાનને કારણે અમે મહિનામાં એક વાર મહાનગરપાલિકાના જી/સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અને અન્ય વિભાગોના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ મોકલીને તેમને પાણી ભરાવાની સમસ્યાનો અંત લાવવાની વિનંતી કરતા હતા એમ જણાવીને નીલેશ સાવલાએ કહ્યું હતું કે ‘અમને આપેલા વચનમાં જી/સાઉથ વૉર્ડના અધિકારીઓ નિષ્ફળ જતાં અમે ગયા અઠવાડિયે અમારા વિસ્તારનાં નગરસેવિકા અને ભૂતપૂર્વ મેયર સ્નેહલ આંબેકર તથા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં અમારી સાથે વેપારી અસોસિએશનના સેક્રેટરી મેહુલ ઘરોડ પણ હતા. અમે સાથે મળીને જી/સાઉથ વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચંદ્રશેખર જાંબરે, મનોજ પાટીલ અને હર્ષદા ભગત સમક્ષ અમારી છ વર્ષ જૂની સમસ્યા રજૂ કરી હતી.’

અમને પહેલાં તો ચોમાસું નજીક આવતું હોવાથી સમયના અભાવે ગટરની નવી લાઇન નાખવી શક્ય નથી એવો મહાનગરપાલિકા તરફથી જવાબ મળ્યો હતો એમ જણાવીને લોઅર પરેલ વેપારી અસોસિએશનના સેક્રેટરી મેહુલ ઘરોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે અમે મહાનગરપાલિકા સામે જીદ કરીને ચોમાસા પહેલાં ગટરની નવી લાઇન નાખવા પ્રેશર કર્યું હતું. એને કારણે મીટિંગમાં હાજર રહેલા મહાનગરપાલિકાના અધિકારીઓએ યુદ્ધના ધોરણે નવી લાઇન નાખવાની બાંયધરી આપી હતી.’

જોકે, આ બાબતે જી/સાઉથ વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચંદ્રશેખર ઝાંબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કામ શરૂ કરવા માટે અમને ટ્રાફિક વિભાગ તરફથી પરવાનગી નથી મળતી. અમે તો કામ શરૂ કરવાની તમામ તૈયારી કરી લીધી છે. જો ટ્રાફિકની પરવાનગી મળશે તો કામ શરૂ થઈ જશે અને આવા સંજોગોમાં અમે ચોમાસા પહેલાં કામ પૂરું કરવાની કોશિશ કરીશું.’

26 April, 2022 10:52 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ગીતાંજલિનગરનું કોકડું સવા મહિના પછી પણ ગૂંચવાયેલુ જ

બોરીવલીના સાંઈબાબાનગરમાં આવેલા શ્રી ઓમ ગીતાંજલીનગરનું ‘એ’ બિલ્ડિંગ તોડ્યા પછી એની ‘બી’ વિંગ તોડી નાખવામાં આવી હતી અને હવે ‘સી’ વિંગને પણ બીએમસીએ ખાલી કરવાની નોટિસ આપતાં એણે કોર્ટમાંથી ત્રણ મહિનાની રાહત મેળવી

26 September, 2022 02:01 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ૧૦૨મા જન્મદિવસ પર વિવિધ પદવીઓ ન્યોછાવર

આ પદવીઓ જૈનાચાર્યને વિવિધ સંઘો અને સંસ્થાઓ તરફથી ગઈ કાલે વિલે પાર્લેમાં યોજાયેલા પંચદિવસીય ‘સંઘસ્થવિર મહોત્સવ’ પ્રસંગે આપવામાં આવી

25 September, 2022 11:19 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

પહેલાં સંવાદ ને પછી જંગ

આવા સંકેત શ્રી રાણકપુર અને શ્રી મૂછાળા મહાવીર તીર્થની માલિકી સંબંધી વિવાદમાં આગળની વ્યૂહરચના વિશે શ્રી પંડિત મહારાજે આપ્યા : આજે બોરીવલીમાં શ્રી પંડિત મહારાજની નિશ્રામાં ધર્મસભા યોજાશે

25 September, 2022 10:14 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK