° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

મરીનડ્રાઇવ પર ભેગાં થતાં ટોળાંને જોઈને લાગે મુંબઈગરાઓને કોરોનાનો ડર નથી

29 June, 2020 03:15 PM IST | Mumbai | Shailesh Bhatia

મરીનડ્રાઇવ પર ભેગાં થતાં ટોળાંને જોઈને લાગે મુંબઈગરાઓને કોરોનાનો ડર નથી

તમામ નિયમોનો ભંગ કરીને મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો

તમામ નિયમોનો ભંગ કરીને મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો

શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જાણે મુંબઈગરાઓને આ મહામારીની કોઈ ચિંતા જ નથી એવું લાગી રહ્યું છે. શહેરના મરીન ડ્રાઇવ પર લોકો કલાકો સુધી બેસવા અને ગપ્પાં મારવા આવી રહ્યા છે. તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન નથી કરી રહ્યા અને અને અમુક લોકો તો મોઢા પર માસ્ક પણ નથી બાંધતા.

મરીન લાઇન્સ પાસે રહેતા એક રેસિડન્ટ બિમલ બોદાજીએ જણાવ્યું કે ‘હું રોજ જોઉં છું. સવારે પાંચથી નવ વાગ્યા દરમિયાન આવતા લોકો કસરત માટે આવે છે અને મોટા ભાગે તેઓ નિયમોનું પાલન કરતા જોવા મળે છે, પણ સાંજે પાંચથી સાત વાગ્યા વચ્ચે જે ટોળાં આવે છે એમાં લોકો માત્ર ગપ્પાં મારવા અને બેસવા માટે આવે છે. આ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જ નથી. પોલીસ તેમનું કામ કરે છે. તેઓ પ્રયત્ન કરે છે કે બને એટલા લોકો અંતર રાખે, પણ લોકો સમજવા તૈયાર જ નથી. હું જોઉં છું કે પોલીસ દરરોજ પોતાની જીપમાં પૅટ્રોલિંગ માટે ફરતી હોય છે. પોલીસ લોકોને વિનંતી કરે છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળો. અમુક મિત્રો અને પરિવારનાં ગ્રુપ તો રેગ્યુલર અહીં જોવા મળે છે.’

મરીન લાઇન્સ પર તહેનાત એક લાઇફગાર્ડે જણાવ્યું હતું કે ‘અમે પાણીની અંદર કોઈને પ્રવેશવા દેતા નથી, પણ સૌથી અઘરું કામ અમારા માટે એ છે કે લોકોને વારંવાર વિનંતી કરવી પડે છે કે માસ્ક પહેરી રાખો અને ડિસ્ટન્સ મેઇન્ટેન કરો.’

29 June, 2020 03:15 PM IST | Mumbai | Shailesh Bhatia

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઇમાં ફાઇવ સ્ટાર હોટેલ બનશે કોવિડ સેન્ટર, બનશે ત્રણ મોટી અસ્થાઇ હૉસ્પિટલ

કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.

12 April, 2021 05:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં 10 અને 12ની બૉર્ડ પરીક્ષા ટળી, કોરોનાની સ્થિતિ જોતા લેવાયો નિર્ણય

કોરોનાના વધતા કેસને જોતા રાજ્યમાં 10 અને 12ની પરીક્ષા ટાળી દેવામાં આવી છે.

12 April, 2021 03:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કોરોનાનો બનાવટી રિપોર્ટ આપતો ટેક્નિશિયન પકડાયો

દરદીને બનાવટી રિપોર્ટ આપી ફીના રૂપિયા ચાંઉ કરી જનાર જાણીતી લૅબના ટેક્નિશિયનને ચારકોપ પોલીસે ઝડપી લીધો છે

12 April, 2021 10:50 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK