° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


દહિસરની સ્કૂલમાં ટૉપરમાં આવેલી રાજવી શાહ કૉમર્સમાં કરીઅર બનાવવા માગે છે

18 June, 2022 10:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅથ્સના પેપર વખતે હું થોડી સ્ટ્રેસમાં આવી ગઈ હતી, પણ એમાં પાર ઊતરી ગઈ હતી. હું ક્લાસિસમાં હંમેશાં ટૉપર રહી છું. હું સ્કૂલમાં ટૉપ ફાઇવમાં રહેતી હતી અને અત્યારે પણ ટૉપ ફાઇવમાં જ આવી છું.

દહિસરની સ્કૂલમાં ટૉપરમાં આવેલી રાજવી શાહ કૉમર્સમાં કરીઅર બનાવવા માગે છે

દહિસરની સ્કૂલમાં ટૉપરમાં આવેલી રાજવી શાહ કૉમર્સમાં કરીઅર બનાવવા માગે છે

દહિસર-ઈસ્ટની રહેવાસી અને દહિસરની રુસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલની વિદ્યાર્થિની રાજવી આશિષ શાહે દસમા ધોરણમાં ૯૬ ટકા સાથે ઉત્તીર્ણ થઈને સ્કૂલના ટૉપર્સના લિસ્ટમાં તેનું નામ નોંધાવ્યું છે. તેને ભવિષ્યમાં કૉમર્સમાં કરીઅર બનાવવી છે. મોસ્ટ્લી તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનું વિચારી રહી છે. તેને ૯૬ ટકા માર્ક્સ મળવાની જ અપેક્ષા હતી, જેમાં તે સફળ રહી હતી. 
મારી મમ્મી વૈશાલી અને પપ્પા આશિષ શાહ બંને કૉમર્સ ગ્રૅજ્યુએટ છે એમ જણાવીને રાજવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નાનપણથી ચીવટથી અભ્યાસ કરતી રહી છું. એમાં મારાં મમ્મી-પપ્પાનું હંમેશાં માર્ગદર્શન મળતું રહ્યું છે. પરીક્ષાના સમયમાં હું ખૂબ જ મહેનત કરતી હતી. મારે સ્કૂલના ટૉપરમાં રહેવું હતું, જે માટે મહેનત કરવી અત્યંત જરૂરી હતી. ભણતી વખતે મારો ઓછામાં ઓછો સમય બીજા કામમાં બગડે એનું મમ્મી અને પપ્પા બંને ધ્યાન રાખતાં હતાં. મૅથ્સના પેપર વખતે હું થોડી સ્ટ્રેસમાં આવી ગઈ હતી, પણ એમાં પાર ઊતરી ગઈ હતી. હું ક્લાસિસમાં હંમેશાં ટૉપર રહી છું. હું સ્કૂલમાં ટૉપ ફાઇવમાં રહેતી હતી અને અત્યારે પણ ટૉપ ફાઇવમાં જ આવી છું.’

18 June, 2022 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK