° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


રાજ ઠાકરેને ઉર્દૂમાં મળ્યો ધમકીભર્યો પત્ર: ગૃહપ્રધાન પાસે કરી સુરક્ષા વધારવાની માગ

11 May, 2022 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

MNS નેતા બાલા નંદગાંવકરે માહિતી આપી છે કે MNS પ્રમુખ રાજ ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. રાજ ઠાકરેની સાથે બાલા નંદગાંવકરને પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે, આ સંદર્ભે બાલા નંદગાંવકર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળ્યા હતા.

બાલા નંદગાંવકરે કહ્યું કે આ પત્ર ઉર્દૂ ભાષામાં છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે. MNS નેતા બાલન નંદગાંવકરે કહ્યું કે જો કોઈ રાજ ઠાકરેના વાળને પણ સ્પર્શ કરશે તો આખું મહારાષ્ટ્ર સળગી જશે.

બાલા નંદગાંવકરે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળીને રાજ ઠાકરેની સુરક્ષા વધારવાની માગ કરી છે. આ સાથે તેમણે રાજ ઠાકરેની સુરક્ષા વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

11 May, 2022 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

કોરોનાએ સદંતર વિદાય નથી લીધી એટલે માસ્ક પહેરવાનું ચાલુ રાખો :ઠાકરેની લોકોને અપીલ

કોરોના સામેની લડતમાં રક્ષણ માટેનાં હથિયાર હેઠાં ન મૂકવાની અપીલ કરતાં કહ્યું હતું કે સંક્રમણ ફેલાય નહીં એ માટે લોકોએ ફેસમાસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન તેમણે લોકોને ઉપરોક્ત અપીલ કરી હતી.

27 May, 2022 09:57 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

Anil Parab: મહારાષ્ટ્રમાં વધુ એક નેતા પર EDની લાલ આંખ, સાત જગ્યાએ પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દરિયાકાંઠાના દાપોલી વિસ્તારમાં જમીન સોદામાં કથિત અનિયમિતતાના સંબંધમાં પરિવહન પ્રધાન અનિલ પરબ(Anil Parab)ના સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા

26 May, 2022 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

પવારનું હતું અયોધ્યામાં રાજ ઠાકરેને ટ્રૅપમાં લેવાનું કાવતરું?

એમએનએસના કાર્યકરોને કાનૂની જાળમાં ફસાવવાના પ્રયાસની શંકા જતાં રાજ ઠાકરેએ મુલાકાત રદ કર્યા બાદ પક્ષના નેતાઓએ આ મુલાકાતનો વિરોધ કરી રહેલા બ્રિજભૂષણ સિંહની સાથેના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સર્વેસર્વાનો ફોટો કરી દીધો રિલીઝ

25 May, 2022 08:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK