Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક મંચ પર સાથે આવશે રાજ ઠાકરે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ

એક મંચ પર સાથે આવશે રાજ ઠાકરે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ

20 October, 2022 04:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે શિવાજી પાર્કમાં થનારા કાર્યક્રમમાં રાજ ઠાકરે (Raj Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એક સાથે જોવા મળશે.

રાજ ઠાકરે

રાજ ઠાકરે


રાજ્યના રાજકારણમાં મનસે ભાજપ ગઠબંધનની સતત ચર્ચા થઈ રહી છે. રાજકારણમાં ચર્ચા છે કે બીએમસી (BMC Election) ચૂંટણીમાં મનસે ભાજપ (MNS BJP) એકસાથે આવી શકે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી જ્યાં બીજેપી મનસે વચ્ચે નિકટતા વધી રહી છે. તો હવે શિવાજી પાર્કમાં થનારા કાર્યક્રમમાં રાજ ઠાકરે (Raj Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એક સાથે જોવા મળશે.

21 ઑક્ટોબરથી દીપોત્સવ કાર્યક્રમ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena)એ મુંબઈના શિવાજી પાર્ક (Shivaji Park) મેદાનમાં `શિવાજી પાર્ક દીપોત્સવ` કાર્યક્રમનું આયોજન કર્યું છે. શુક્રવારે 21 ઑક્ટોબરથી દીપોત્સવ કાર્યક્રમ શરૂ થવાનું છે. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ત્રણ મુખ્ય નેતા એક સાથે આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન એકનાથ શિંદે કરશે અને આ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે. સાંજે 5.30 વાગ્યે કાર્યક્રમ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પાસે થશે.



આ પણ વાંચો : Andheri: રાજ ઠાકરેના પત્રનો આવ્યો જવાબ, BJP નહીં લડે પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણી


દીપોત્સવ કાર્યક્રમ માટે રાજ ઠાકરે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથએ આવી રહ્યા છે. જો કે, ત્રણેય નેતાઓના એક સાથે આવવાને બીએમસી ચૂંટણી સાથે જોડવામાં આવે છે. જો કે, રાજ ઠાકરે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની પાર્ટી બીએમસી ચૂંટણી એકલા હાથે લડશે. રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક મહિનામાં મળ્યા છે. બીજેપી નેતાએ રાજ ઠાકરેની પણ મુલાકાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2022 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK