Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એન્જિનિયરિંગના અભ્યાસ માટે રાજ્યમાં પુણે સૌથી પસંદગીપાત્ર

એન્જિનિયરિંગના અભ્યાસ માટે રાજ્યમાં પુણે સૌથી પસંદગીપાત્ર

10 January, 2022 10:11 AM IST | Mumbai
Pallavi Smart

પુણેમાં એન્જિનિયરિંગ માટે કુલ ૫૭,૭૭૪ સીટ છે

આ વર્ષે એન્જિનિયરિંગમાં કુલ ૮૯,૦૨૪ સીટ પર પ્રવેશ કન્ફર્મ કરાયો છે (પ્રતીકાત્મક તસવીર)

આ વર્ષે એન્જિનિયરિંગમાં કુલ ૮૯,૦૨૪ સીટ પર પ્રવેશ કન્ફર્મ કરાયો છે (પ્રતીકાત્મક તસવીર)


કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ફરી એક વાર એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની ડિમાન્ડ વધી છે તથા મહારાષ્ટ્રમાં પુણે શહેર એન્જિનિયરિંગના અભ્યાસ માટે સૌથી વધુ પસંદગીપાત્ર છે. 
આ વર્ષે રાજ્યની ૩૨૯ કૉલેજોમાં એન્જિનિયરિંગ માટે કુલ ૧,૩૦,૫૪૩ સીટ હતી. આમાંથી ૮૯,૦૨૪ સીટ પર પ્રવેશ નિશ્ચિત થયો છે. એનો અર્થ છે કે લગભગ ૩૯ ટકા સીટ હજી ખાલી છે. જોકે ગયા વર્ષે કુલ ૫૦ ટકા સીટ ખાલી રહી હતી, જેની સામે ચાલુ વર્ષના આંકડાઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ વધ્યો હોવાનું સૂચિત કરે છે. 
મહારાષ્ટ્રમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે પુણે સૌથી વધુ પસંદગીપાત્ર છે. પુણેમાં એન્જિનિયરિંગ માટે કુલ ૫૭,૭૭૪ સીટ છે, જેમાંથી ૩૭,૩૧૪ સીટ પર ઍડ્મિશન થઈ ગયું છે. પુણે પછી બીજા ક્રમે આવતા મુંબઈમાં ૨૯,૭૪૭ સીટ છે, જેમાંથી ૧૮,૨૯૬ સીટ પર ઍડ્મિશન થઈ ગયું છે. ત્રીજા ક્રમે ૧૩,૮૩૫ સીટ સાથે નાગપુર શહેર આવે છે. 
એન્જિનિયરિંગ કોર્સમાં વધુ સીટ ખાલી રહેવાને લીધે ઑલ ઇન્ડિયા ટેક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઈ)ની નિષ્ણાતોની પૅનલે ૨૦૨૨ સુધીમાં નવી એન્જિનિયરિંગ કૉલેજોને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ નિર્ણયને વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોને પ્રવેશ માટે આપવામાં આવેલા વધુ સમયને કારણે પણ પ્રવેશમાં વધારો થયો છે. તેમને એક્સ્ટેન્શનની મંજૂરી આપવા સાથે જ પ્રવેશ-પ્રક્રિયા પણ ખૂબ જ સરળ બનાવાઈ હતી એમ સીઈટી સેલના કમિશનર રવીન્દ્ર જગતાપે જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 10:11 AM IST | Mumbai | Pallavi Smart

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK