Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

23 September, 2021 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, નવી મુંબઈમાં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે અને અન્ય ચાર મહિલાઓને દેહ વ્યાપારમાંથી ઉગારી છે.

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.



અધિકારીએ ઉમેર્યું કે, એક સંસ્થા દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પરાગ સોનાવણેએ જણાવ્યું કે “32 અને 25 વર્ષની બે આરોપી મહિલાઓ તેમ જ પીડિતો, જે 19 થી 22 વર્ષની યુવતીઓ, રાજસ્થાનના અલવરની છે.

પીડિતોમાં એક આરોપી મહિલાની પુત્રીનો પણ સમાવેશ છે.


બંને આરોપીઓ સામે અનૈતિક તસ્કરી (નિવારણ) અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે એપીએમસી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK