નવેમ્બર ૨૦૨૨માં યેરવડા જેલમાં ૨,૪૪૯ કેદીઓની ક્ષમતા સામે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
વિવિધ ગુનામાં દોષી ઠેરવવામાં આવેલા કેદીઓને મોટા ભાગે પુણેની યેરવડા જેલમાં રાખવામાં આવે છે. આ જેલમાં ૨,૨૪૯ કેદી રાખવાની ક્ષમતા છે એની સામે અત્યારે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે. આથી જેલની ક્ષમતા વધારવાની જરૂર હોવાનું ગઈ કાલે મહારાષ્ટ્રના ઍડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ (જેલ) અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું.
અમિતાભ ગુપ્તાના જણાવ્યા મુજબ નવેમ્બર ૨૦૨૨માં યેરવડા જેલમાં ૨,૪૪૯ કેદીઓની ક્ષમતા સામે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ૯ સેન્ટ્રલ જેલ સહિત કુલ ૬૦ જેલ છે. નવેમ્બર ૨૦૨૨ના રિપોર્ટ મુજબ આ તમામ જેલોની ક્ષમતા ૨૪,૭૨૨ કેદીઓની છે એની સામે ૪૦,૭૧૮ કેદીઓને રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ક્ષમતા કરતાં વધુ કેદીઓ જેલમાં બંધ છે એટલે યેરવડા જેલમાં વધુ બૅરૅક તૈયાર કરવા બાબતનો પ્રસ્તાવ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમાં વધુ નવી જેલો બાંધવાની જરૂર વિશે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકાર આ બાબતે ગંભીર પણ છે, એમ અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું.


