Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરેમાં ખાડા પૂરવા માટે કરવામાં આવેલી થૂંકપટ્ટીની ખૂલી ગઈ પોલ

આરેમાં ખાડા પૂરવા માટે કરવામાં આવેલી થૂંકપટ્ટીની ખૂલી ગઈ પોલ

11 August, 2022 11:05 AM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

એટલું જ નહીં, એસ. વી. રોડ પર પણ ઠેર-ઠેર છે ખાડાઓનું સામ્રાજ્ય

આરે મિલ્ક કૉલોનીમાં આરે ડેરી નજીક રોડ પરના ખાડા (તસવીર : શાદાબ ખાન)

આરે મિલ્ક કૉલોનીમાં આરે ડેરી નજીક રોડ પરના ખાડા (તસવીર : શાદાબ ખાન)


વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઉપરાંત અંધેરી અને મિલન સબવે જંક્શન વચ્ચેના એસ. વી. રોડની બિસમાર હાલતને કારણે વાહનચાલકોને ઘણી અગવડ પડી રહી છે. આરે મિલ્ક કૉલોનીના મેઇન રોડ અને અંદરના રસ્તાની સ્થિતિ પણ આવી જ છે.

બાઇકર અમેય સાવંતે જણાવ્યું હતું કે ‘મેટ્રો વર્કને કારણે ટ્રાફિક જૅમ થતો હતો. એમાં હવે ખાડાને કારણે એસ. વી. રોડ પર વાહન ચલાવવું વધારે મુશ્કેલ બન્યું છે. ઑથોરિટીએ સમજવું જોઈએ કે આ રસ્તા પર હૉસ્પિટલ આવેલી છે અને ખરાબ રસ્તાને કારણે થતા વિલંબથી ઇમર્જન્સીમાં નાણાવટી હૉસ્પિટલ લઈ જવાઈ રહેલા દરદીઓનો જીવ જોખમાઈ શકે છે.’



આરેના ખરાબ રસ્તા
ચોમાસું શરૂ થયું ત્યારથી ‘મિડ-ડે’ આરે મિલ્ક કૉલોનીના માર્ગોની સ્થિતિનો ચિતાર આપી રહ્યું છે. શિવસેનાના શાખાપ્રમુખ અને આરે મિલ્ક કૉલોનીના રહેવાસી સંદીપ ગઢવેએ જણાવ્યું હતું કે ‘ચોમાસું આગળ વધવા સાથે ખાડાનું રિપેરિંગ થઈ રહ્યું હોવાના વહીવટી તંત્રના દાવા વચ્ચે આરે કૉલોનીના મેઇન રોડની સ્થિતિ રોજેરોજ કથળી રહી છે. પીક અવર્સ દરમિયાન રોજિંદા મુસાફરો ઉપરાંત સ્કૂલ-બસો પણ ટ્રાફિક જૅમનો ભોગ બને છે. મારા મતે ચોમાસામાં સ્કૂલ-બસોને ફિલ્મસિટી થઈને વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ, જેથી બાળકોને અગવડ ન પડે.’
ખરાબ રસ્તાઓને કારણે કૉલોનીની બહાર નીકળતા દૂધના ટેમ્પોના ડ્રાઇવર કલાકે દસ કિલોમીટરની સ્પીડે પણ વાહન હંકારી શકતા નથી.


ન્યુ ઝીલૅન્ડ હૉસ્ટેલથી ગોરેગામ ચેકનાકા વચ્ચેના આંતરિક રોડની તાજેતરની મુલાકાત દરમિયાન ભારે વરસાદ પછી ઠેર-ઠેર ખાડાની સાથે-સાથે રોડ ઊબડખાબડ પણ થઈ ગયો હોવાનું ‘મિડ-ડે’ના ધ્યાન પર આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 11:05 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK