શરદ પવારે કોઈ પણ હોટેલ બુક કરાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
આવતી કાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠકની ચૂંટણી વિધાનભવનમાં યોજાવાની છે ત્યારે રાજ્યના દરેક પક્ષને ક્રૉસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. પોતાના વિધાનસભ્યો ફૂટે નહીં એ માટે તેમણે હોટેલો બુક કરાવીને એમાં તેમને રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તાજ પ્રેસિડન્ટ, શિવસેનાએ તાજ લૅન્ડ્સ એન્ડ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ હોટેલ લલિત તથા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ આઇટીસી ગ્રૅન્ડ મરાઠા હોટેલ બુક કરાવી છે. ચારેય પક્ષોએ તેમના વિધાનસભ્યોને આ હોટેલોમાં પહોંચવાની સૂચના આપી દીધી છે. કૉન્ગ્રેસે પણ વિધાનસભ્યો માટે એક હોટેલ બુક કરાવી હોવાનું કહેવાય છે, જ્યારે શરદ પવારે કોઈ પણ હોટેલ બુક કરાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

