Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ગોરેગાંવમાં રોડ અકસ્માત મામલે પોલીસ પર હુમલો, 3ની ધરપકડ

મુંબઈના ગોરેગાંવમાં રોડ અકસ્માત મામલે પોલીસ પર હુમલો, 3ની ધરપકડ

22 September, 2021 02:28 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં અકસ્માતની ઘટના બાદ એક પક્ષ દ્વારા અન્ય પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન હુમલાખોરોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં અકસ્માતની ઘટના બાદ એક પક્ષ દ્વારા અન્ય પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન હુમલાખોરોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. સોમવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં રોડ રેજની ઘટનામાં પોલીસ અને શહેરના રહેવાસી પર હુમલો કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હુમલા બાદ આરોપી કિરણ કસબે (25), માલા ચિનરસ (25) અને પ્રકાશ સિંહ (26) ની બંગુર નગર પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ગોરેગાંવ લિંક રોડ પર સોમવારે સવારે 1.45 વાગ્યે આ ઘટના બની હતી. પ્રકાશ સિંહની ઓટો રિક્ષા બાઇક સાથે અથડાઇ હતી, જેમાં મોટરસાયકલ ચાલક શહેબાઝ અયુબ શેખને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા પ્રકાશ સિંહ અને અન્ય બે આરોપીઓએ કથિત રીતે શેખ પર હુમલો કર્યો હતો.



જો કે, ઘટનાની માહિતી મળ્યા બાદ નજીકની પોલીસ પેટ્રોલિંગમાં હોવાથી તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ હુમલાખોરો પોલીસ સાથે પણ ઝપાઝપી, પોલીસ વાનના કાચ તોડી પોલીસ પર પણ હુમલો કર્યો હતો. બાદમાં બંગુર નગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્રણ હુમલાખોરોમાંથી એક ધરપકડ કરી હતી. બાકીના બે ભાગી ગયા હતાં, જેમને પોલીસે બાદમાં તેમના ઘરેથી ઝડપી પાડ્યા હતાં.  


બાંગુર નગર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સરકારી અધિકારીઓ પર હુમલો કરવા અને IPC ની કલમો હેઠળ ધમકી અને ગુનાહિત ધમકી આપવા બદલ ત્રણેયની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 02:28 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK