Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં આ બે અભિનેત્રીએ કરી 3.28 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

મુંબઈમાં આ બે અભિનેત્રીએ કરી 3.28 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

18 June, 2021 04:37 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ કામ કરતી બે અભિનેત્રીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ટીવી સિરિયલોમાં કામ કરતી બે અભિનેત્રીઓએ લાખોની ચોરી કરી છે. પોલીસ દ્વારા બંને અભિનેત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ પાસેથી લાખો રૂપિયાની ચોરી કરવા બદલ આ બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.  

પોલીસના જણાવ્યા અનુસાર, બંને અભિનેત્રી કામના અભાવે આર્થિક તંગીમાં હતી. થોડા દિવસો પહેલા આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં શિફ્ટિંગ કર્યુ હતું. જયાં તેના મિત્ર દ્વારા પીજી (પેઈંગ ગેસ્ટ) ચલાવવામાં આવતું હતું. 



18 મેના રોજ આ બંનેએ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી મહિલાના લોકરમાંથી 3 લાખ 28 હજારની ચોરી કરી હતી, અને બાદમાં બંને ફારાર થઈ ગઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેને ટીવી કલાકાર સુરભી સુરેન્દ્ર લાલ શ્રીવાસ્તવ (25) અને મોસિના મુખ્તાર શેખ (19) પર શંકા છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.  



પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને અભિનેત્રીઓ સીસીટીવી ફૂટેજમાં બિલ્ડિંગની બહાર જતા જોવા મળી હતી. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને  ચોરીના 50 હજાર રૂપિયા કબ્જે કર્યા હતાં. બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. 
 

 


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 04:37 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK