સ્વતંત્ર પાઘલર જિલ્લો બન્યો હોવા છતાં સ્થાનિક રહેવાસીઓએ સુવિધા ન હોવાથી મુંબઈ કે થાણે જવું પડતું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
છેલ્લાં અનેક વર્ષોથી જે સુવિધાની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ પાલઘર જિલ્લાની સ્વતંત્ર પાસપોર્ટ ઑફિસ આખરે આજે ૬ ડિસેમ્બરે શરૂ થવાની છે. આ ઑફિસ શરૂ થવાની સાથે લોકોએ મલાડ, થાણેની પાસપોર્ટ ઑફિસ સુધી લાંબા થવાની જરૂર નહીં પડે.
૨૦૨૨ના જાન્યુઆરીમાં આ પાસપોર્ટ ઑફિસનું નિર્માણકાર્ય વસઈ-ઈસ્ટમાં એવરશાઇન સિટીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પાસપોર્ટ ઑફિસ આગામી બે મહિનામાં લોકો માટે ખુલ્લી મુકાવાની હતી, પરંતુ નવેમ્બર પૂરો થયો હોવા છતાં એની શરૂઆત થઈ નહોતી. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પાસપોર્ટ ઑફિસ શરૂ કરવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો હતો. એ પછી અનેક સ્તરે ટીકા થતાં તંત્ર સફાળું જાગ્યું અને પાસપોર્ટ કાર્યાલયનું સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિતના હસ્તે ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરવામાં આવી.