Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: એરપોર્ટ પર મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ગરબાના તાલે હિલોળે ચડ્યા, જુઓ વીડિયો

Mumbai: એરપોર્ટ પર મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ગરબાના તાલે હિલોળે ચડ્યા, જુઓ વીડિયો

05 October, 2022 01:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મુસાફરો તેમજ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળી રહ્યાં છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)


કોરોના કાળ બાદ આખરે સમગ્ર દેશમાં ધામધુમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને ગુજરાત અને મુંબઈ તો જાણે હિલોળે ચઢ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાંથી ગરબા ડાન્સ વીડિયો અને દાંડિયાના અનેક ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા હતા. દેશના અલગ-અલગ સ્થળોએથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મુસાફરો તેમજ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો ડીજે નિખિલ ચિનાપાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

વીડિયોમાં મુસાફરોનું એક જૂથ તેમજ ફ્લાઈટના ક્રૂ મેમ્બર ગરબા ( Garba At Mumbai Airport) કરતા જોવા મળે છે. આ વીડિયો ડીજે નિખિલ ચિનપાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા નિખિલ ચિનાપાએ લખ્યું, `બ્રેકિંગ ન્યૂઝઃ આ અત્યારે મુંબઈ એરપોર્ટ પર થઈ રહ્યું છે.` અત્યાર સુધીમાં આ વીડિયોને 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.  તે જ સમયે, એક હજારથી વધુ લોકોએ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે.




સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોને જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ નિખિલ ચિનાપાના વીડિયો પર કમેન્ટ કરવામાં આવી છે. તેણે લખ્યું, `નિખિલ, આનંદ અને ઉત્સવમાં જોડાવા બદલ આભાર. તમને તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.` વીડિયો પર એક યુઝરે લખ્યું, `તમામ એરપોર્ટ પર આવું થતું જોઈને રોમાંચિત થઈશ... નવમીની શુભકામના!`. તો અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, `ગુજ્જુ કહી ભી શુરુ હોજાતે હૈ.` અન્ય એક યુઝરે લખ્યું કે, `વિડીયો ખરેખર અદ્ભુત છે. આ શેર કરવા બદલ આભાર. ભારતની સંસ્કૃતિ તેની સૌથી મોટી તાકાત છે. 


આ પણ વાંચો:Mumbai: ચાર કાર અને એમ્બ્યુલેન્સ એક સાથે અથડાયાં, પાંચના મોત, 3 ગંભીર રીતે ઘાયલ

આ પહેલા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ગરબાની ધૂન પર નાચતા મુસાફરો અને ક્રૂ મેમ્બરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખરેખર, કોઈ કારણસર ફ્લાઇટ મોડી પડી હતી. આ દરમિયાન એરલાઇન સ્ટાફની સાથે મુસાફરો અને CIFની મહિલા કર્મચારીઓએ જોરદાર ગરબા રમ્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં દશેરાના દિવસે દહેશત, જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 25 લોકોના મોત

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK