° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


માથેરાનમાં પર્યાવરણનું જતન કરવા માટે વિકસાવવામાં આવશે વધુ એક ‘માથેરાન’

25 June, 2021 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી એન્વાયર્નમેન્ટને નુકસાન થવાની શક્યતા હોવાથી કર્જતથી કલ્યાણ બેલ્ટનાં પર્યટનસ્થળો વિકસાવવામાં આવશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

મુંબઈગરાઓના માનીતા ગિરિમથક માથેરાનના પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે એનો વિકાસ અને વિસ્તાર કરવાની યોજના મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમટીડીસી)એ બનાવી છે. માથેરાનમાં વીક-એન્ડમાં અને વેકેશનમાં બહુ જ ગિરદી થાય છે અને ત્યાંની હોટેલો અને રહેવાની અન્ય જગ્યાઓ પણ ફુલ હોય છે. વળી વધુ લોકો ત્યાં પહોંચી જતા હોવાથી ત્યાંના પર્યાવરણનો પ્રશ્ન પણ પેચીદો બનતો જાય છે. એથી માથેરાનનું પર્યાવરણ જળવાઈ રહે અને લોકોને માથેરાન સહિત એની આસપાસના વિસ્તારોમાં સહેલગાહ કરવા મળે એ માટે કલ્યાણથી કર્જત સુધીના વિસ્તારોનાં અન્ય નાનાં-નાનાં પર્યટનસ્થળોને વિકસાવવામાં આવશે. એના કુદરતી સૌંદર્ય સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ કરીને એમને માથેરાનની અંતર્ગત જ આવરી લઈને એનો વિકાસ અને વિસ્તાર કરવાનો પ્લાન બની રહ્યો છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) મુંબઈ અને એની આસપાસના વિસ્તારોના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હૅન્ડલ કરે છે. એ જ રીતે મુંબઈ નજીકના માથેરાનના ડેવલપમેન્ટની બાબતો પણ એની જ હેઠળ આવે છે. એમએમઆરડીએનો આવતાં ૨૦ વર્ષના ડેવલપમેન્ટનો પ્લાન રજૂ કરાયો છે. એ સાથે જ માથેરાનના ડેવલપમેન્ટનો પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે. માથેરાનના ભૌગોલિક વિસ્તારનો એક ખૂણો રાયગડ જિલ્લાના કર્જતમાં છે, જ્યારે બીજો ખૂણો કલ્યાણના મલંગગઢ સુધીનો છે. આ દરમ્યાન આવતાં પર્યટનસ્થળો વિકસાવવાનો એમટીડીસીનો પ્રસ્તાવ છે. જોકે પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું છે કે આ લાંબી અને ખર્ચાળ પ્રકિયા રહેશે. એમાં એ સ્થળે પહોંચવા રોડ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, પૉઇન્ટનું સુશોભીકરણ-ડેવલપમેન્ટ, ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા અને રહેવા માટે હોટેલો, પર્યાવરણની જાળવણી માટેની વ્યવસ્થા, એ માટે લાગનારા કર્મચારીઓ આમ અનેક બાબતો સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા લાંબી ચાલશે. એ સિવાય આ વિસ્તાર ડેવલપ કરતી વખતે સ્થાનિક લોકોને રોજગારની તક મળી રહે એ બાબતને પણ પ્રસ્તાવમાં સમાવી લેવાઈ છે.

માથેરાન વિસ્તારમાં અનેક નાનાં ગામ અને પાડા છે. એમના કુદરતી સૌંદર્યથી ભરેલા વિસ્તારને સાંસ્કૃતિક વારસો અને કલા સાથે પર્યટકો સામે રજૂ કરવાની નેમ છે અને એ માટે મહોત્સવનું આયોજન કરવાનો પણ પ્રસ્તાવ છે.

ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ ડેવલપ કરવાનો આશય

માથેરાનનો વિસ્તાર ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટે પણ એકદમ અનુકૂળ છે. પ્રબલગઢ, પેબ ફોર્ટ, ચંદેરી કિલ્લો, આશાને વૉટરફૉલ અને ગાડેશ્વર ખાતે રૅપલિંગ, રિવર ક્રૉસિંગ, ટ્રેકિંગ જેવી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ વિકસાવી શકાય એમ છે. લોકોને રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા માટે ફાર્મહાઉસ પણ બનાવવાનો પ્રસ્તાવ છે.

25 June, 2021 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બે પોલીસ લાંચ લેતી વખતે પકડાયા

સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ છપારિયા અને કૉન્સ્ટેબલ ઇકબાલ શેખની પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું એસીબીએ યાદીમાં જણાવ્યું હતું.

31 July, 2021 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મહિલા આઇપીએસ અધિકારી મફતમાં બિરયાની મગાવતાં હોવાની ક્લિપ વાઇરલ થતાં હોબાળો

ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે કમિશનરને તપાસ કરીને રિપાર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો : મહિલા અધિકારીએ તેમની ખિલાફ કાતવરું હોવાનો દાવો કર્યો

31 July, 2021 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

100 crore recovery case: ક્યાં છે અનિલ દેશમુખ? ઈડી દ્વારા દેશમુખને ચોથું સમન્સ

100 કરોડ વસુલી મામલે ઈડીએ ચોથી વખત અનિલ દેશમુખને અને તેના પુત્રમે સમન્સ પાઠવ્યું છે. આ અગાઉ ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતાં અનિલ દેશમુખ એખ વાર પર ઈડી સમક્ષ હાજર થયા નથી.

31 July, 2021 12:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK