° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


એક નહીં, અનેક ગરબડગોટાળા

28 November, 2021 08:22 AM IST | Mumbai | Bakulesh Trivedi

પાર્કિંગની જગ્યાએ અતિક્રમણ, ફાયર ફાઇ​ટિંગની સિસ્ટમ બંધ, પૅસેજમાં અતિક્રમણ, પાર્કિંગ લૉટમાં દુકાનો અને ગાળા ઊભા કરીને વેચી દેવાયા, આર્ટ ગૅલરી બનવાની હતી ત્યાં લગ્ન-સમારંભો અને બર્થ-ડે પાર્ટીઓ યોજવી જેવી અનેક પોલંપોલ છે

નવી મુંબઈ મર્ચન્ટ સેન્ટરની દુકાનમાં ૧૭ નવેમ્બરે લાગેલી આગનો ફાઇલ ફોટો.

નવી મુંબઈ મર્ચન્ટ સેન્ટરની દુકાનમાં ૧૭ નવેમ્બરે લાગેલી આગનો ફાઇલ ફોટો.

નવી મુંબઈ મર્ચન્ટ સેન્ટરમાં ૧૭ નવેમ્બરે એક દુકાનમાં આગ લાગી એમાં બધી પોલ બહાર આવી : પાર્કિંગની જગ્યાએ અતિક્રમણ, ફાયર ફાઇ​ટિંગની સિસ્ટમ બંધ, પૅસેજમાં અતિક્રમણ, પાર્કિંગ લૉટમાં દુકાનો અને ગાળા ઊભા કરીને વેચી દેવાયા, આર્ટ ગૅલરી બનવાની હતી ત્યાં લગ્ન-સમારંભો અને બર્થ-ડે પાર્ટીઓ યોજવી જેવી અનેક પોલંપોલ છે

નવી મુંબઈના સેક્ટર-૧૯માં આવેલા નવી મુંબઈ મર્ચન્ટ્સ સેન્ટરમાં એક દુકાનમાં ૧૭ નવેમ્બરે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ જખમી થયું નહોતું, પણ હવે ફાયર-બ્રિગેડ દ્વારા કરાયેલી તપાસ બાદ એણે નવી મુંબઈ સુધરાઈને આપેલા અહેવાલમાં જે કારણો દર્શાવ્યાં છે એ જોતાં એમાં પહેલેથી જ કેટલીક ત્રુટિઓ અને અતિક્રમણ કરાયું હોવાનું જણાવાયું છે. આગની આ ઘટનાને કારણે એ બાબતો જાહેરમાં આવી જવાથી હવે એના પર ઍક્શન લેવી જ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. નવી મુંબઈ ફાયર બ્રિગેડે આ સંદર્ભે નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરને નોટિસ પણ મોકલી છે. 
ફાયર બ્રિગેડે એના રિપોર્ટમાં કહ્યું છે કે જે જગ્યાએ પાર્કિંગ હોવું જોઈએ એ જગ્યાએ અતિક્રમણ કરાયું છે. ફાયર ફાઇ​ટિંગ માટે જે કાયમી જોગવાઈ હોવી જોઈએ એ બંધ હતી. પૅસેજમાં પણ અતિક્રમણ કરાયું છે જેના કારણે કટોકટી વખતે ત્યાં પહોંચવું મુશ્કેલ બને છે. આ ઉપરાંત  ઇમારતનું ઇલેક્ટ્રિક ઑ​ડિટ પણ કરાયું નથી. ફાયર બ્રિગેડે નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના ચૅરમૅન કીર્તિ રાણા અને સેક્રેટરી નિમેશ ધીરવાણીને એ બદલ નોટિસ મોકલાવી એ ત્રુટિઓ સુધારી લેવા કહ્યું છે. 
જોકે હાલની આ આગને લઈને અપાયેલી નોટિસના કારણે ત્યાં ચાલી રહેલી ગેરરીતિઓ હવે જાહેરમાં આવી ગઈ છે. એવું જાણવા મળ્યું છે કે એ ઇમારતમાં પાર્કિંગના જે ગા‍ળા છે એ ગેરકાયદે કવર કરી લેવાયા છે. ફાયર બ્રિગેડે એનએમએમસીના અતિક્રમણ વિભાગને એ બદલ ઍક્શન લેવા સૂચન કર્યું છે. 
આ બાબતે ‘મિડ-ડે’એ નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના ચૅરમૅન કીર્તિ રાણાનો મત જાણવા તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સંસ્થાના જ મેમ્બર અર્જુન દેશમુખે સંસ્થાના ૫૯ સભ્યોને લઈને પોતાનો નોખો ચોકો કર્યો છે. તેણે પાર્કિંગ લૉટમાં પતરાં લગાડી દીધાં છે. અમે બધા જ સરકારી નિયમોનું પાલન કરીએ છીએ. અમે લાખો રૂપિયા ખર્ચીને ડીઝલ જનરેટર પણ લીધું છે, જે એ પતરાંવાળા પાર્કિંગના ગાળામાં હતું એથી એનો અણીના સમયે ઉપયોગ ન થઈ શક્યો. અમારી અને અર્જુન દેશમુખ વચ્ચેના વિવાદને લઈને અમે કોર્ટમાં પણ ગયા છીએ અને તે મૅટર હાલ સબજુડિસ છે.’
જોકે હાલ તેમની અંદરોઅંદરની લડાઈના કારણે ભોગવવાનું તો વેપારીને આવ્યું છે. બીજી બાજુ એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે એ ઇમારત માટે સિડકોએ જમીન આપી હતી. એપીએમસીમાં ખેડૂત, ખેતમાલના વેપારીઓની ઑફિસ, ખેતમાલની પ્રદર્શની અને ખેડૂતો, ટ્રેડરો અને લાગતાવળગતા માટે હેલ્થ સેન્ટરનું નિર્માણ થવાનું હતું. એવું પણ કહેવાય છે કે નીચે જ્યાં માત્ર પાર્કિંગ લૉટ હતો ત્યાં દુકાનો અને ગાળા ઊભા કરીને વેચી દેવાયાં છે. વળી ખેતમાલ સિવાયનાને પણ એ દુકાનો વેચાઈ છે. જે દુકાન આગમાં બળીને ખાખ થઈ હતી એ ઇલેક્ટ્રિકની દુકાન હતી. વળી જે આર્ટ ગૅલરી બનવાની હતી એમાં હવે લગ્ન-સમારંભો અને બર્થ-ડે પાર્ટીઓ યોજાય છે. આમ એક નહીં અનેક ગેરરીતિઓ આચરવાના આક્ષેપો થઈ રહ્યા છે.
 
મેમ્બર અર્જુન દેશમુખે ૫૯ સભ્યોને લઈને નોખો ચોકો કર્યો છે. તેણે પાર્કિંગ લૉટમાં પતરાં લગાડી દીધાં છે. અમે ડીઝલ જનરેટર પણ લીધું છે, જે એ પતરાંવાળા પાર્કિંગના ગાળામાં હતું એથી એનો અણીના સમયે ઉપયોગ ન થઈ શક્યો. - કીર્તિ રાણા, નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના ચૅરમૅન

28 November, 2021 08:22 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બિલ્ડિંગની આગ તો બુઝાઈ ગઈ, પણ દિલની વ્યથાનો કોઈ અંત નથી

કમલા બિલ્ડિંગના રહેવાસીઓ કહે છે કે આખું વાયરિંગ બળી ગયું હોવાથી જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી અમને અમારા ઘરમાં રહેવા જવા નહીં મળે

26 January, 2022 11:25 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

મદદ કરવામાં મળી ગયું મોત

તાડદેવમાં કમલા બિલ્ડિંગમાં આગ લાગી એ પછી એનો વૉચમૅન લોકોને હેલ્પ કરવા માટે દોડ્યો અને આગના બે દિવસ પછી જ આ કમનસીબનો જીવ ગયો

25 January, 2022 07:27 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

મિસિંગ કે પછી મોત?

તાડદેવના બિલ્ડિંગની આગ બાદ મળી ન રહેલા કિરીટ કંથારિયાની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આજે તેમના ભાઈએ આ જ આગમાં બળી ગયેલા એક મૃતદેહની ઓળખ કરવા નાયર હૉસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે પોતાનું સૅમ્પલ આપવા જવાનું છે

24 January, 2022 08:09 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK