° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


હિંદુઓ પર આમ જ હુમલા થતા રહ્યા, તો અમને પણ કોઈ અટકાવી નહીં શકે-નિતેશ રાણે

06 August, 2022 09:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નૂપુર શર્મા પ્રકરણ પૂરું થઈ ગયું છે, પણ હિંદુઓ પર હુમલા જળવાયેલા છે. આપણે આંબેડકરની ધરતી પર રહીએ છીએ પણ જો આવું જ ચાલતું રહ્યું તો અમારા હાથ પણ કોઈએ રોક્યા નથી. 

નિતેશ રાણે (ફાઈલ તસવીર)

નિતેશ રાણે (ફાઈલ તસવીર)

BJP વિધેયક અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના દીકરા નિતેશ રાણેએ આજે પોતાના હિંદૂ હોવાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નૂપુર શર્મા વિવાદ પછી ઉદયપુર, અમરાવતી અને અહમદનગરમાં પણ ઘટનાઓ થઈ હતી. નૂપુર શર્મા પ્રકરણ પૂરું થઈ ગયું છે, પણ હિંદુઓ પર હુમલા જળવાયેલા છે. આપણે આંબેડકરની ધરતી પર રહીએ છીએ પણ જો આવું જ ચાલતું રહ્યું તો અમારા હાથ પણ કોઈએ રોક્યા નથી. 

રાણેએ કહ્યું કકે જો હિંદુઓને નિશાનો બનાવવામાં આવ્યા તો અમે પણ એ જ જવાબ આપીશું. આ આંબેડકરની ભૂમિ છે. શરિા કાયદો આપણા પર બાધ્ય નથી. સોશિયલ મીડિયા પર અમારા દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈને મારી નાખવાનો પ્રયત્ન નથી થયો, પણ જો અમારા લોકોનું અપમાન અને હત્યા આમ જ ચાલુ રહેશે તો અમારે અમારી ત્રીજી આંખ ખોલવી પડશે. આ મારો સંદેશ હું આજે આપવા માગું છું.

નિતેશ રાણેએ કહ્યું, 4 ઑગસ્ટના પ્રતીક પવાર નામના એક યુવક પર લગભગ 10-15 મુસ્લિમોએ હુમલો કરી દીધો. તેના પર એ કહીને હુમલો કરવામાં આવ્યો છે કે તે એક ધર્મનિષ્ઠ હિંદૂનું કામ કરે છે અને બધાને ડીપી બદલવા માટે કહી રહ્યા છે. તે પોતાનું જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રાણેએ કહ્યું કે નૂપુર શર્માનો એપિસોડ પૂરો થઈ ગયો છે, પણ હવે કેટલા લોકોને જીવ આપવો પડશે?

નિતેશ રાણેએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના પિતા શિવસેના છોડ્યા પછી ખતમ કરવાની યોજના બનાવવામાં આવી હતી. નિતેશ રાણેએ ટ્વીટ કરીને આરોપ મૂક્યો હતો કે તથાકથિત શાંત અને સભ્ય શિવસેના પ્રમુખે તેમની હત્યા માટે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. 

નિતેશ રાણેએ ટ્વીટ કરીને લખ્યું હતું, "એકનાથ શિંદેજીની જેમ, શિવસેના છોડવા પર મારા પિતાને પણ ખતમ કરવા માટે તથાકથિત શાંત અને સભ્ય સેના પ્રમુખ દ્વારા અનેક `સુપારી` આપવામાં આવી. મ્યાઉ મ્યાઉ ખતમ થવા દો, પછી આપણે રુચિ સાથે `વસ્ત્રહરણ` શરૂ કરીશું."

06 August, 2022 09:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ઠાકરેએ મને મારવાની સોપારી આપી હતી, જેને આપી હતી તેણે જ મને કહ્યું: નારાયણ રાણે

સામનામાં ઇન્ટરવ્યૂ બાદ નારાયણ રાણેનો ઉદ્ધવ ઠાકરે પર આરોપ

26 July, 2022 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

જસ્ટિસ આર. ડી. ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી

24 June, 2022 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનામાં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો

રાજ ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ અને ગણેશ નાઈકે પણ પક્ષના નેતૃત્વ સાથે મતભેદ થયા બાદ સેનાને રામરામ કરેલું, એકનાથ શિંદે ૩૫ જેટલા વિધાનસભ્યો સાથે બહાર પડ્યા

22 June, 2022 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK