° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


યુરેનિયમ જપ્ત બાબતે મહારાષ્ટ્ર એટીએસ પાસે માહિતી મગાવાઈ

08 May, 2021 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એટીએસએ મુંબઈમાંથી બે આરોપી પાસેથી ૨૧.૩૦ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૧૦૦ કિલો યુરેનિયમ બે દિવસ પહેલાં જપ્ત કર્યું હતું

જોખમી યુરેનિયમ સાથે ઝડપાયેલા બે આરોપીઓ સાથે એટીએસની ટીમની ફાઈલ તસવીર

જોખમી યુરેનિયમ સાથે ઝડપાયેલા બે આરોપીઓ સાથે એટીએસની ટીમની ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ મુંબઈમાંથી બે આરોપી પાસેથી ૨૧.૩૦ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૧૦૦ કિલો યુરેનિયમ બે દિવસ પહેલાં જપ્ત કર્યું હતું. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ એટીએસ પાસેથી માહિતી માગી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર એટીએસના નાગપાડા યુનિટે બે આરોપી પાસેથી કુદરતી અને અત્યંત રેડિયો ઍક્ટિવ યુરેનિયમ જપ્ત કર્યું હતું. ૯૦ ટકા કરતાં વધારે રેડિયેશન ધરાવતું આ યુરેનિયમ માનવી માટે ખૂબ જ જોખમી હોય છે. એટીએસ દ્વારા આરોપીઓ પાસેથી આ યુરેનિયમ ક્યાંથી આવ્યું હતું અને તેઓ કોને વેચવાના હતા એની માહિતી મેળવાઈ રહી છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો હોવાથી એનઆઇએએ મહારાષ્ટ્ર એટીએસ પાસેથી આ મામલાની વિસ્તારપૂર્વક માહિતી માગી છે.

મહારાષ્ટ્ર એટીએસે ગઈ કાલે આ મામલાના એફઆઇઆરની કૉપી આપવાની સાથે એનઆઇએના અધિકારીઓને જરૂરી માહિતી આપી છે. જોકે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ મામલાની તપાસ એટીએસની સાથે એનઆઇએ પણ કરશે. એટીએસના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલું યુરેનિયમ ટેસ્ટ કરવા માટે ટ્રૉમ્બેમાં આવેલા ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં મોકલાયું હતું. આ સેન્ટરના રિપોર્ટમાં જણાયું હતું કે આ યુરેનિયમ ખૂબ જ રેડિયો ઍક્ટિવ છે અને માનવજાત માટે ભારે જોખમી છે.

08 May, 2021 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

કોવિડના પૉઝિટિવિટી રેટમાં નજીવો ઘટાડો

બુધવારે જે ટકાવારી ૨.૨૭ હતી એ ઘટીને ૨.૨૦ રહી હતી

25 June, 2021 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સંજય રાઉત સામે કરેલા આક્ષેપોનો અહેવાલ સુપરત કરવા પોલીસ કમિશનરે વધુ સમય માગ્યો

પબ્લિક પ્રોસિક્યુટર દીપક ઠાકરેએ ગુરુવારે હાઈ કોર્ટને જણાવ્યું

25 June, 2021 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

માથેરાનમાં પર્યાવરણનું જતન કરવા માટે વિકસાવવામાં આવશે વધુ એક ‘માથેરાન’

અત્યારે અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી એન્વાયર્નમેન્ટને નુકસાન થવાની શક્યતા હોવાથી કર્જતથી કલ્યાણ બેલ્ટનાં પર્યટનસ્થળો વિકસાવવામાં આવશે

25 June, 2021 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK