સોમવારે સાંજે ચેતક અને સીહૉક હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી અને યુદ્ધ માટેની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું
તસવીરો : આશિષ રાજે
ચોથી ડિસેમ્બરના નેવી ડેના અનુસંધાનમાં ગઈ કાલથી ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે બીટિંગ રીટ્રીટ અને ટૅટૂ સેરેમનીની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસીય સેરેમનીમાં ઇન્ડિયન નેવી શિસ્ત અને શક્તિનું પ્રદર્શન કરશે. સોમવારે સાંજે ચેતક અને સીહૉક હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી અને યુદ્ધ માટેની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. મરીન કમાન્ડો (MARCOS)ના દિલધડક પ્રદર્શનથી લોકો અચંબિત થયા હતા તો નેવી ડ્રિલ્સ, સેઇલર્સના પરંપરાગત હૉર્નપાઇપ ડાન્સ અને ઇન્ડિયન નેવલ સેન્ટ્રલ બૅન્ડ શોને દર્શકોએ ખૂબ ઉત્સાહથી માણ્યાં હતાં. ૧૦ ડિસેમ્બરે મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
પાલઘરમાં કૉન્સ્ટેબલે મહિલા પર પોલીસ-સ્ટેશનમાં જ કર્યો બળાત્કાર
ADVERTISEMENT
પાલઘર જિલ્લામાં એક કૉન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાલઘર રૂરલ પોલીસના એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ૪૦ વર્ષના કૉન્સ્ટેબલે એક મહિલા પર ગયા અઠવાડિયે કાસા પોલીસ-સ્ટેશનની અંદર બળાત્કાર કર્યો છે. એ મહિલા એક કેસ માટે પોતાનું નિવેદન નોંધાવવા પોલીસ-સ્ટેશન ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે કૉન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધીને રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


