વનવિભાગની ટીમે ઘટનાસ્થળે જઈને ખૂબ જહેમત કરીને દીપડાને પકડ્યો હતો
મહાવિતરણના મીટર ટેસ્ટિંગ વિભાગની ઑફિસમાં દીપડો
ગઈ કાલે પુણેના રાજગુરુનગરમાં વીજળી કંપની મહાવિતરણના મીટર ટેસ્ટિંગ વિભાગની ઑફિસમાં ભરબપોરે દીપડો પહોંચી ગયો હતો. દીપડો ઑફિસની અંદર જઈને એક ટેબલ પાસે બેસી ગયો હતો. દીપડાને આવેલો જોઈને ઑફિસમાં હાજર લોકો ચોંકી ઊઠ્યા હતા અને આમતેમ ભાગવા લાગ્યા હતા. જાણ કરાયા બાદ વનવિભાગની ટીમે ઘટનાસ્થળે જઈને ખૂબ જહેમત કરીને દીપડાને પકડ્યો હતો. દીપડો કંપનીમાં ઘૂસ્યો હોવાની જાણ થતાં આસપાસના લોકો એને જોવા માટે મોટી સંખ્યામાં બહાર એકઠા થઈ ગયા હતા.
આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં પૂરથી ૧૫૯ પ્રાણીનાં મૃત્યુ
ADVERTISEMENT
આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં તાજેતરનાં વર્ષોમાં આવેલા સૌથી વિનાશક પૂરમાં કુલ ૧૫૯ પ્રાણીઓનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં છે, જ્યારે વન-અધિકારીઓએ ૧૩૩ પ્રાણીઓને બચાવી લીધાં છે. ૨૦૧૭માં આવેલા વિનાશક પૂરમાં ૩૫૦ પ્રાણીઓનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામેલાં પ્રાણીઓમાં ૯ ગેંડા, ૧૪૨ હૉગ ડીઅર, બે સામ્બાર અને એક-એક વાનર અને ઑટર્સનો સમાવેશ છે. બાવીસ પ્રાણીઓ સારવાર વખતે મૃત્યુ પામ્યાં હતાં. ૭ પ્રાણીઓનો ઉપચાર ચાલી રહ્યો છે.
મંડીમાં ઑફિસ ખોલી કંગનાએ
હિમાચલ પ્રદેશના મંડીમાં નવનિર્વાચિત સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે પોતાની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમદાવાદમાં ભરબપોરે આંગડિયા પેઢીના બે કર્મચારી પર મરચું નાખીને ૬૫ લાખ રૂપિયાની લૂંટ
ગુજરાતના વડા મથક અમદાવાદમાં ગઈ કાલે ભરબપોરે આંગડિયા પેઢીના બે કર્મચારી પર મરચું નાખી ઍરગનથી ફાયરિંગ કરી અને એનાથી જ મારીને ૬૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી બે લૂંટારા ફરાર થઈ ગયા હતા. આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી બાબુ પ્રજાપતિ અને મનોજ પટેલ ઑટોરિક્ષામાં બેસીને જમાલપુરથી કલેક્શન લઈને સી.જી. રોડ પર આવેલી તેમની ઑફિસ જઈ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ જિમખાના પાસે બપોરે પોણાત્રણ વાગ્યાના સુમારે ટૂ-વ્હીલર પર આવેલા બે લૂંટારાઓએ તેમને આંતર્યા હતા.

