Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક

ન્યૂઝ શોર્ટમાં: આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક

Published : 24 May, 2026 07:08 AM | Modified : 24 May, 2026 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજના ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી બાંદરા-ગોરગામ વચ્ચે આવતી અને જતી બન્ને સર્વિસ બંધ રહેશે. આ ઉપરાંત પનવેલ બેલાપુરથી CSMT આવતી અને જતી ટ્રેનો પણ સવારના ૯.૫૩ વાગ્યાથી બપોરના ૩.૨૦ વાગ્યા સુધી બંધ રહેશે. વેસ્ટર્ન લાઇનમાં આજે દિવસના સમયે બ્લૉક નથી.

સિવિક સમસ્યાઓનું નિરીક્ષણ કરવા ૩ કલાક સાઇકલસવારી કરી નવી મુંબઈના કમિશનરે



નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના કમિશનર ડૉ. કૈલાસ શિંદેએ શનિવારે સુધરાઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે લોકોની ગ્રાઉન્ડ લેવલની સિવિક સમસ્યાઓ જાણવા બેલાપુર અને નેરુલના અનેક ભાગોમાં સાઇકલ પર ફરીને ઇન્સ્પેક્શન કર્યું હતું. સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી ૩ કલાકનું ઇન્સ્પેક્શન પશ્ચિમ એશિયાઈ કટોકટીની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાને નાગરિકોને કરેલી તાજેતરની અપીલ અને મહારાષ્ટ્ર સરકારની ઈંધણ સંરક્ષણ અને પર્યાવરણીય રીતે સભાન પ્રથાઓને પ્રોત્સાહન આપવાની સલાહને અનુરૂપ કરવામાં આવ્યું હતું. 


૧૮ જૂને સુનેત્રા પવારે ખાલી કરેલી રાજ્યસભાની બેઠક માટે મતદાન

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે છઠ્ઠી મેએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં બેઠક ખાલી થઈ હતી, જે માટે ૧૮ જૂને મતદાન યોજવામાં આવશે. સુનેત્રા પવારે રાજ્યસભાની બેઠક ખાલી કરી એનો કાર્યકાળ ૨૦૨૮ની ૭ જુલાઈ સુધીનો છે. ઇલેક્શન કમિશન (EC)એ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ૧૮ જૂને આ બેઠક માટે મતદાન થશે અને એ જ દિવસે મતગણતરી પણ કરવામાં આવશે. બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની તારીખ ૮ જૂન સુધીની છે અને ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૧૧ જૂન સુધી છે. ૧૮ જૂને સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. 


શૌચાલય પાસેથી શસ્ત્ર વેચનારા પકડાયા

વિદેશી બનાવટની ત્રણ પિસ્ટલ અને ૪૫ લાઇવ રાઉન્ડ મળ્યાં

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ (AEC) દ્વારા જે. જે. હૉસ્પિટલ વિસ્તારમાં સાર્વજનિક શૌચાલય પાસેથી ૩ જણની વિદેશી બનાવટની પિસ્ટલ, મૅગેઝિન્સ અને ૪૫ લાઇવ રાઉન્ડ એટલે કે લાઇવ કારતૂસ જપ્ત કરીને ધરપકડ કરવામાં આવી હતી. મળેલી ગુપ્ત માહિતીના આધારે શુક્રવારે રાત્રે ૧૦.૪૫ વાગ્યે છટકું ગોઠવીને પોલીસે હથિયાર વેચવા આવેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરપવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK