Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Olympicમાં ઈતિહાસ રચનાર નીરજ ચોપરાને આનંદ મહિન્દ્રા આ કાર આપશે ભેટમાં

Olympicમાં ઈતિહાસ રચનાર નીરજ ચોપરાને આનંદ મહિન્દ્રા આ કાર આપશે ભેટમાં

08 August, 2021 02:24 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાની આગામી પ્રીમિયમ SUV મહિન્દ્રા XUV700 નીરજ ચોપરાને ભેટ આપવાની જાહેરાત કરી છે

આનંદ મહિન્દ્રા

આનંદ મહિન્દ્રા


ટોક્યો ઓલિમ્પિક 2020 માં દેશના નામે પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને લોકો અભિનંદન આપી રહ્યા છે. તેમની મહેનતે ઓલિમ્પિક મેડલ માટે ભારતની 121 વર્ષ જૂની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે.  નીરજ ચોપરાની આ સિદ્ધિ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. દેશના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાની આગામી પ્રીમિયમ SUV મહિન્દ્રા XUV700 નીરજ ચોપરાને ભેટ આપવાની જાહેરાત કરી છે.

એક ટ્વિટર યુઝરે આનંદ મહિન્દ્રાને "Xuv700 (નીરજ ચોપરા) માટે પૂછ્યું." જવાબમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેને તેની સંમતિ વ્યક્ત કરી અને કહ્યું કે તે ભારતના `ગોલ્ડન એથ્લીટ` ને તેમની તરફથી વ્યક્તિગત ભેટ હશે. એટલું જ નહીં, તેમણે પોતાની કંપનીના બે એક્ઝિક્યુટિવ્સને ટેગ કરીને ગોલ્ડ મેડલ વિજેતા માટે કાર તૈયાર રાખવાનું કહ્યું છે. મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે, "હા ખરેખર. અમારા ગોલ્ડન એથ્લીટને XUV7OO ભેટ આપવો એ મારો વ્યક્તિગત અધિકાર અને સન્માન હશે."




કંપની છેલ્લા કેટલાક સમયથી સતત મહિન્દ્રા XUV700 ના ટીઝર રિલીઝ કરી રહી છે, આવી ઘણી સુવિધાઓ આ કારમાં સામેલ કરવામાં આવશે, જે સેગમેન્ટમાં પ્રથમ હશે. રસપ્રદ વાત એ છે કે, XUV 700 ના એન્ટ્રી-લેવલ ટ્રિમ્સમાં મોટી સુવિધાની યાદી પણ હશે, જે ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે મર્સિડીઝ બેન્ઝ પ્રેરિત ડ્યુઅલ સ્ક્રીનથી સજ્જ હોવાનો દાવો કરી રહ્યુ છે. આ ઉપરાંત તેમાં ઇલેક્ટ્રોનિક એર-કન્ડીશનીંગ સિસ્ટમ એક FATC યુનિટ, ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, પેનોરેમિક સનરૂફ, પાવર્ડ ડ્રાઈવર સીટ અને હાઈ-બીમ સહાય સાથે હેડલેમ્પ્સ પણ મળશે.    


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2021 02:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK