° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


પોલીસ-સ્ટેશનના પહેલા માળેથી કૂદકો મારીને ચોર થયો પલાયન

06 December, 2022 10:50 AM IST | Mumbai
Prakash Bambhrolia | prakash.bambhroliya@mid-day.com

ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને નાલાસોપારાની માંડવી પોલીસે રૂમમાં રાખ્યો હતો ત્યાંથી બારેક ફીટની ઊંચાઈએથી ઝંપલાવીને જંગલમાં ભાગી ગયો : પોલીસે સઘન તપાસ કરીને ૨૪ કલાકમાં પાછો ઝડપ્યો

ચોરી કરવાના આરોપસર પકડવામાં આવેલો આરોપી અબ્દુલ તાહીર Crime News

ચોરી કરવાના આરોપસર પકડવામાં આવેલો આરોપી અબ્દુલ તાહીર

વિરારમાં આઇસીઆઇસીઆઇ બૅન્કમાં લૂંટ અને હત્યાનો આરોપી કોર્ટના બાથરૂમમાંથી ભાગવાની ઘટના તાજી છે ત્યાં નાલાસોપારામાં માંડવી પોલીસ-સ્ટેશનના પહેલા માળની રૂમમાંથી કૂદકો મારીને ચોર ભાગી જવાની બીજી ઘટના બે દિવસ પહેલાં બની હતી. ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની કોર્ટમાંથી પોલીસ-કસ્ટડી મેળવ્યા બાદ પૂછપરછ માટે ચોરને પહેલા માળની રૂમમાં રાખ્યો હતો ત્યારે તેણે બારેક ફીટની ઊંચાઈએથી કૂદકો માર્યો હતો અને પોલીસ-સ્ટેશનની પાછળ આવેલા જંગલમાં ગાયબ થઈ ગયો હતો. જોકે પોલીસે જંગલ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરીને ચોરને ચોવીસ કલાકની અંદર ફરી પકડી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારામાં આવેલા માંડવી પોલીસ-સ્ટેશનની હદમાં એક બંધ ઘરમાંથી ચોરી કરવાના આરોપસર ૩ ડિસેમ્બરે ૨૪ વર્ષના અબ્દુલ રહેમાન તાહીર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસ-કસ્ટડી મેળવ્યા બાદ પોલીસ-સ્ટેશનના પહેલા માળે આવેલી રૂમમાં પૂછપરછ માટે બેસાડ્યો હતો.

પોલીસની ટીમ પૂછપરછ કરે એ પહેલાં સાંજના સાતેક વાગ્યે આરોપી અબ્દુલે મોકો જોઈને પહેલે માળેથી બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. પોલીસ હજી કંઈ સમજે એ પહેલાં તો એ પોલીસ-સ્ટેશનની પાછળ આવેલા જંગલમાં પલાયન થઈ ગયો હતો. ધરપકડ કરાયેલો ચોર ભાગી જવાથી માંડવી પોલીસ-સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી.

મીરા ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઝોન-૩ના ડેપ્યુટી પોલીસ-કમિશનર સુહાસ બાવચેના જણાવ્યા મુજબ ‘માંડવી પોલીસ-સ્ટેશનમાંથી આરોપી અબ્દુલ તાહીર ભાગી જવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી. તે પલાયન થઈ ગયો ત્યારથી જંગલ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે તે નાલાસોપારામાંથી જ એક નજીકના સંબંધીના ઘર પાસેથી મળી આવ્યો હતો. આથી અમે તેની ફરી ધરપકડ કરી હતી. પોલીસ-સ્ટેશનમાંથી આવી રીતે ચોર ભાગી જવાની ઘટના ગંભીર છે. આથી ભવિષ્યમાં આવું ન થાય એ માટે તમામ પોલીસ-સ્ટેશનોને આ બાબતે સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વસઈ કોર્ટના બાથરૂમમાંથી બૅન્કલૂંટ અને હત્યાનો આરોપી અનિલ દુબે ભાગી ગયો હતો. જોકે પોલીસે તેને પણ ચોવીસ કલાકની અંદર પકડી લીધો હતો. 

06 December, 2022 10:50 AM IST | Mumbai | Prakash Bambhrolia

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહિલા પોલીસની દાદાગીરી : પતિ અને પુત્ર સાથે મળીને કરી સેક્રેટરીની મારપીટ

પોલીસ કમિશનરની ઑફિસમાં કામ કરતી મહિલા કૉન્સ્ટેબલના દબાણથી પોલીસે એફઆઇઆર નોંધવાને બદલે માત્ર એનસી નોંધી : મારપીટમાં પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવા છતાં આરોપીઓ સામે કાર્યવાહી ન કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ

31 January, 2023 11:00 IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ સમાચાર

પહેલાં ભગવાનની પૂજા, પછી પ્રદ​ક્ષિણા અને ત્યાર બાદ ચોરી

ભાઈંદરના દેરાસરમાં પૂજાનાં કપડાં અને મુખકોશ પહેરીને આવેલા માણસે ભગવાનનો મુગટ જ ચોરી લીધો

31 January, 2023 09:24 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

પલંગે ફેરવી પતિની પથારી

બોરીવલીના ગુજરાતી કપલે બેડ પર સૂવા માટે વારો રાખ્યો હતો, પણ પતિએ પોતાનો વારો ન હોવા છતાં પલંગ પર સૂઈ જવાની જીદ કરતાં બન્ને વચ્ચે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો

30 January, 2023 06:51 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK