° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


મારી ઇચ્છા રાજ્યપાલની સામે રાજ્યવ્યાપી બંધ જાહેર કરવાની છે : ઉદ્ધવ ઠાકરે

25 November, 2022 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાએ પણ ભગત સિંહ કોશ્યારીની આલોચના કરતાં કહ્યું કે તેમણે તમામ હદ વટાવી દીધી છે

ભગતસિંહ કોશ્યારી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે

ભગતસિંહ કોશ્યારી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે

મુંબઈ (પી.ટી.આઇ.) : રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીના મામલે એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે તેમની આલોચના કરતાં કહ્યું હતું કે, તેમણે તમામ હદો વટાવી દીધી છે.
સાથે જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે, આવા લોકોને મહત્ત્વના હોદ્દા ન આપવા જોઈએ. 
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ઔરંગાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન રાજ્યપાલે કહ્યું હતું કે શિવાજી મહારાજ ‘વીતેલા જમાના’ના વીરપુરુષ હતા. 
તેમના નિવેદન સામે એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ વાંધો ઉઠાવ્યો હતો. પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન શરદ પવારે કહ્યું હતું કે, ‘જ્યારે મેં શિવાજી મહારાજ વિશેની આ ટિપ્પણી સાંભળી ત્યારે મને થયું કે હવે તેમણે તમામ હદો વટાવી દીધી છે. હવે તેમણે શિવાજી મહારાજની પ્રશંસા કરી, પણ તેમને મોડે-મોડે ભાન થયું. મને લાગે છે કે, રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને (ભગત સિંહ કોશ્યારી વિશે) નિર્ણય લેવો જોઈએ. આવા લોકોને મહત્ત્વનો હોદ્દો ન સોંપવો જોઈએ.’
રાજ્યપાલનો હોદ્દો સંસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે અને એ હોદ્દાની ગરિમા જાળવવા માટે અગાઉ અમે રાજ્યપાલ સામે ટિપ્પણી નહોતી કરી, એમ શરદ પવારે ઉમેર્યું હતું.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યપાલને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘હું ત્રણથી પાંચ 
દિવસ રાહ જોઈશ. આ સમય દરમ્યાન હું તમામ રાજકીય પક્ષોને તેમની સામે એક થવાની હાકલ કરીશ. 
મારી ઇચ્છા તો રાજ્યપાલ સામે શાંતિપૂર્વક રાજ્યવ્યાપી બંધ જાહેર કરવાની છે.’

25 November, 2022 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

`મુંબઈ ખરેખર....છે` છેડતીની ઘટના બાદ કોરિયન યુવતીએ શહેરને લઈ આપી પ્રતિક્રિયા

મુંબઈ(Mumbai)માં છેડતીનો ભોગ બનેલી સાઉથ કોરિયન મહિલાને એક સ્થાનિકે બચાવી હતી જે તેનું લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યો હતો.

02 December, 2022 04:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈમાં ઓરીનો પ્રકોપ : છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૨૩ કેસ

શહેરમાં કોરોનાના કેસ ભલે ઘટ્યા, પણ ઓરીના કેસમાં થયો છે વધારો

02 December, 2022 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શૈક્ષણિક પ્રવાસની ૫૦મી સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવશે મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજ

સુંદર વિશાળ કેમ્પસમાં સ્કીલ ડેવલોપમેન્ટ ને ખૂબ મહત્વ આપવામાં આવે છે

02 December, 2022 03:23 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK