Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્ક ફ્રૉમ હોમથી આવતા ઊંચા વીજળીના બિલથી ચિંતિત છો?

વર્ક ફ્રૉમ હોમથી આવતા ઊંચા વીજળીના બિલથી ચિંતિત છો?

08 May, 2021 10:46 AM IST | Mumbai
Dharmendra Jore

તો જાણી લો કે કઈ રીતે તમે થોડું ધ્યાન આપવાથી લાઇટ બિલ ઓછું કરી શકશો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા ઉનાળામાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમ્યાન અમર્યાદ વીજવપરાશ અને વધુ પડતું વીજબિલ કરનારાઓ માટે જાણવા જેવું છે. હાલમાં પ્રવર્તમાન પ્રતિબંધો અને વર્ક ફ્રૉમ હોમ કરતાં વીજબચત કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ અહીં આપી છે.

શહેરમાં વીજ સપ્લાય કરતી કંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે (એઈએમએલ) કેટલાંક સૂચન કર્યાં છે, જેના અનુસરણથી વીજવપરાશ કાબૂમાં રાખીને વીજબિલમાં ઘટાડો કરી શકાશે. આ ઉપરાંત કંપનીએ રહેવાસી વપરાશકારોને વધુ ક્ષમતા ધરાવતા ૬૦ ટકા ડિસ્કાઉન્ટ પર મળતાં ૫-સ્ટાર સીલિંગ ફૅન ખરીદવાનો અનુરોધ કર્યો છે, જે ૬૦ ટકા ઓછો વીજવપરાશ કરશે.



હાલમાં અનેક લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જેને પગલે વીજવપરાશ વધી રહ્યો છે. આ ઉપરાંત ઉનાળાની મોસમ હોવાથી લોકો અૅરકન્ડિશનર નીચા તાપમાન પર રાખતા હોય છે, જેને પગલે વીજબિલ વધુ આવતું હોવાનું કંપનીએ ગઈ કાલે  જણાવ્યું હતું.


એઈએમએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુલ વીજબિલમાં ૭૦ ટકા બિલ એસીના ઉપયોગથી આવતું હોય છે અને એનો વપરાશ ઘટાડી શકાય છે. વર્ક ફ્રૉમ હોમને કારણે ઇલેક્ટ્રૉનિક ઉપકરણો અને લૅપટૉપ-ડેસ્કટૉપનો ઉપયોગ વધી ગયો છે. આવામાં અમારું ધ્યેય લોકોએ કઈ રીતે ઓછામાં ઓછો વીજવપરાશ કરી વીજબચત કરવી જેથી વીજબિલમાં ઘટાડો કરી શકાય એ છે.

સોર્સ: અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ


વીજવપરાશ ઘટાડવાની ટિપ્સ:

  • લૅપટૉપ-ડેસ્કટૉપ

૧. લૅપટૉપ-ડેસ્કટૉપ વપરાતાં ન હોય ત્યારે એને સ્વિચ્ડ-ઑફ કરી દો. ૪૦ ટકા વીજબચત થશે.

૨. માત્ર ૯૦ વૉટ ઊર્જાનો ઉપયોગ કરતાં લૅપટૉપ-પીસીનો ઉપયોગ કરો.

  • ઍરકન્ડિશનર

૧. ૨૪થી ૨૫ ડિગ્રી સેલ્શિયસ તાપમાન માનવશરીર માટે પૂરતું છે. એથી ઓછું તાપમાન ન રાખો.

૨. દરવાજા, બારીઓ અને વેન્ટિલેટર્સ જડબેસલાક બંધ રાખો જેથી ઠંડી હવા બહાર ન જાય.

૩. એક ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધારવાથી ૬ ટકા વીજબચત થાય છે, જેનાથી વર્ષે ૧૫૦૦ રૂપિયાની બચત થઈ શકે છે.

૪. ઉનાળા પહેલાં તમારું એસી ફિલ્ટર્સ સાફ કરાવો.

૫. એસીની ઠંડી હવા રૂમના ખૂણે-ખૂણે પહોંચાડવા સીલિંગ ફૅનનો ઉપયોગ કરો.

  • રેફ્રિજરેટર

૧. હવાના ભ્રમણ માટે રેફ્રિજરેટર અને દીવાલ વચ્ચે ૬ ઇંચનું અંતર રાખો. આનાથી ફ્રિજની કાર્યક્ષમતા વધશે.

૨. ૪-૫ સ્ટારનું લેબલ ધરાવતાં વીજબચત કરતાં રેફ્રિજરેટર ખરીદો.

૩. ખોરાકને ફ્રિજમાં મૂકતાં પહેલાં ઠંડો થવા દો.

  • વૉશિંગ મશીન

૧. ગરમ પાણીને બદલે કોલ્ડ વૉટર વૉશિંગ સાઇકલનો ઉપયોગ કરો. ૯૦ ટકા વીજબચત થશે.

૨. વૉશિંગ મશીનમાં ડ્રાય કરવાને બદલે સૂર્યપ્રકાશમાં કપડાં સૂકવો.

  • પંખો

૧. વધુ કાર્યક્ષમ ૬૦ ટકા ઓછો વીજવપરાશ કરતાં ૫ સ્ટાર સીલિંગ ફૅનનો ઉપયોગ કરો.

૨. રેઝિસ્ટિવ કે મેકૅનિકલને બદલે ઇલેક્ટ્રૉનિક ફૅન રેગ્યુલેટર્સનો ઉપયોગ કરો.

  • ટ્યુબલાઇટ્સ

૧. ૩૬ કે ૪૦ વૉટની T8/T12 ટ્યુબલાઇટ કે પછી ૨૮ વૉટની T5 ટ્યુબલાઇટને બદલે ૨૦ વૉટની એલઇડી ટ્યુબલાઇટનો ઉપયોગ કરો, જે વીજવપરાશ ઓછો કરે છે.

૨. ઇનકેન્ડેસન્ટ લૅમ્પ કે સીએફએલના સ્થાને ૫૦ ટકા વીજબચત કરતી તેમ જ છ ગણો વધુ સમય ચાલતી એલઈડી લાઇટ્સ લગાવો.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 10:46 AM IST | Mumbai | Dharmendra Jore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK