Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Unlock: મુંબઈમાં નાઈટ કર્ફ્યુ હટાવાયો, હોટેલ, દરિયા કિનારા, બગીચા ફરી ખૂલશે

Mumbai Unlock: મુંબઈમાં નાઈટ કર્ફ્યુ હટાવાયો, હોટેલ, દરિયા કિનારા, બગીચા ફરી ખૂલશે

01 February, 2022 08:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં બે દિવસથી દર્દીઓની સંખ્યા એક હજારની અંદર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં ઓમિક્રોનનો વધતો વ્યાપ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસના કેસની ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ પૃષ્ઠભૂમિ પર રાજ્ય સરકારે ફરી એકવાર રાજ્યના નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. કેસમાં ઘટાડો થવાને કારણે મુંબઈમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ આજથી એટલે કે 1લી ફેબ્રુઆરીથી મુંબઈમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ મુંબઈમાં બીચ, ગાર્ડન અને પાર્ક ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, થીમ પાર્ક શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકારે સોમવારે ત્રીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈમાં બે દિવસથી દર્દીઓની સંખ્યા એક હજારની અંદર છે. તેથી, હવે જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે, ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ આ નિર્ણય લીધો છે. લગ્ન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હવે ક્ષમતાના 25 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોની હાજરીમાં યોજાવાની મંજૂરી છે.



નવા નિયમો પ્રમાણે શું બંધ, શું શરૂ?


  • પ્રવાસના સ્થળો, સાપ્તાહિક બજારો, દરિયા કિનારા, બગીચા, ઉદ્યાનો ચાલુ રહેશે.
  • એમ્યુઝમેન્ટ પાર્ક, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.
  • હોટેલ્સ, રેસ્ટોરાં અને થિયેટર 50 ટકા ક્ષમતાથી શરૂ થશે.
  • લગ્નો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે હવે ક્ષમતાના 25 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોની હાજરીમાં પરવાનગી આપવામાં આવશે.
  • 50 ક્ષમતા સાથે ભજન, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2022 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK