° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


દાઝેલા વેપારીઓને પ્રૉપર્ટી ટૅક્સનો ડામ

18 June, 2021 07:45 AM IST | Mumbai | Bakulesh Trivedi

બીએમસીનો પ્રૉપર્ટી ટૅક્સમાં ૧૪ ટકા વધારાનો પ્રસ્તાવ અગાઉ જ નુકસાનીમાં ગળાડૂબ મુંબઈના વેપારીઓને મરણતોલ ફટકો મારશે

દુકાનો

દુકાનો

હાલ કોરોનાને લીધે કરાયેલા લૉકડાઉનને કારણે મોટા ભાગના ઉદ્યોગધંધાને માઠી અસર પહોંચી છે અને લોકોની આવકમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ટૂંકમાં જ કોરોનાની થર્ડ વેવ ત્રાટકી શકે છે એવો વર્તારો પણ છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાની આવકનો એક મુખ્ય સ્રોત્ર એવા પ્રૉપર્ટી ટૅક્સમાં સુધરાઈ ૧૪ ટકાનો વધારો કરવાનું વિચારી રહી છે અને એ માટે પ્રસ્તાવ પણ રજૂ કરાયો છે. જોકે એનો પૉલિટિકલ પાર્ટીઓ સાથે વેપારીઓએ પણ જોરશોરથી વિરોધ કર્યો છે. 

વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડેન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘અમારી માગણી તો અત્યારના પૅન્ડેમિકને કારણે ધંધો બંધ હોવાથી આ સમયગાળાનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવામાં આવે એવી છે. જો આવા સમયે પ્રશાસન નવો વધારો ઝીંકીને અમારી તકલીફ વધારવા માગતું હોય તો એ યોગ્ય ન કહેવાય. આમ પણ હાઈ કોર્ટમાં અમે જે રાહત માગી છે એમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. એ મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે અને એની સુનાવણી પણ આ જ મહિનામાં થવાની છે. આ મામલો માત્ર વેપારીઓ સુધી સીમિત નથી, કારણ કે ૫૦૦ કે એથી વધારે સ્ક્વેર ફૂટના મધ્યમ વર્ગના ફ્લૅટઓનર બધાને અને સામાન્ય મુંબઈગરાને પણ આ એટલો જ લાગુ પડે છે.’ 

ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું હતું કે ‘હાલ કોરોનાને કારણે લોકોની આવક ઘટી ગઈ છે ત્યારે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરીને સુધરાઈએ દાઝ્યા પર ડામ ન આપવો જોઈએ. ઊલટું લોકોની નોકરીઓ છૂટી ગઈ છે, ધંધા ઠપ થઈ ગયા છે ત્યારે પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવી જોઈએ. જો રાહત ન આપી શકે તો કંઈ નહીં, એમાં ઍટ લીસ્ટ વધારો તો ન જ કરવો જોઈએ.’  
 ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકા તો બળતામાં ઘી હોમવા જેવું કામ કરી રહી છે. એક તો ધંધો છે નહીં. લાઇટબિલ સહિતના કોઈ પણ બિલમાં રાહત પણ આપી નથી. ઈવન ધંધા માટે સમય વધારી આપતા નથી. ત્યારે આ રીતે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવો બળતામાં ઘી હોમવા જેવું છે. ઑલરેડી અનેક દુકાનો જે ભાડા પર ચાલતી હતી એ બંધ થઈ ગઈ છે. જો આવું જ ચાલતું રહ્યું તો વેપારીઓ તો પતી જશે.’     

જોકે ટૂંક સમયમાં આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો બૂમરૅન્ગ થાય એવી શક્યતા છે અને વિપક્ષને લડવા માટે મુદ્દો મળી શકે છે. હાલ કોરોનાને કારણે પણ લોકોની આવક ઘટી છે ત્યારે પ્રૉપર્ટી ટૅક્સનો વધારો વાજબી ન ગણાય એમ કહી વિપક્ષે ઑલરેડી એનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. એથી આ પ્રસ્તાવ પાસ થશે કે નહીં એના પર મુંબઈગરાની નજર મંડાયેલી છે. 

શું છે નવા પ્રસ્તાવમાં? 
હાલમાં જે પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે એ ૨૦૧૫ના રેડી રેકનરના દર પ્રમાણે છે, જ્યારે સુધરાઈ હવે હાલના રેડી રેકનરના રેટ પ્રમાણે એ વસૂલ કરવાનું વિચારી રહી છે જે ૨૦૧૫ના રેટ કરતાં ઘણો જ વધારે છે. મુંબઈ મહાનગરપાલિકા ઍક્ટમાં કરાયેલા સુધારા અનુસાર દર પાંચ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સમાં બદલાવ કરી શકાય છે. મોટા ભાગે પાંચ વર્ષ પૂરાં થાય ત્યારે આ ચેન્જિસ કરાતા હોય છે. હવે જે ચેન્જિસ કરાશે એ ૨૦૧૨થી ૨૦૨૫ સુધીનો હશે. સુધરાઈના એક ઑફિસરના જણાવ્યા મુજબ સુધરાઈ પ્રૉપર્ટી ટૅક્સના ટકામાં કોઈ વધારો નથી કરવાની. તેનું એમ કહેવું છે કે ટૅક્સની ગણતરી કરતી વખતે હાલના રેડી રેકનરના રેટ ગણતરીમાં લેવાશે. જો એમ પણ કરાશે તો પ્રૉપર્ટી ટૅક્સમાં ઘણો વધારો થશે. 

આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરાંનો પ્રૉપર્ટી ટૅક્સ કે જે હાલ કમર્શિયલ યુનિટ કૅટેગરીમાં આવે છે એને એમાંથી ખસેડીને ઇન્ડસ્ટ્રિયલ યુનિટ કૅટેગરીમાં ખસેડવો એમ પણ પ્રસ્તાવમાં જણાવાયું છે. આમ કરવાથી હોટેલ અને રેસ્ટોરાંને પ્રૉપર્ટી ટૅક્સમાં ઘણી રાહત મળશે, કારણ કે ઇન્ડસ્ટ્રિયલ કૅટેગરીમાં કમર્શિયલ કૅટેગરી કરતાં ઓછો પ્રૉપર્ટી ટૅક્સ ચાર્જ કરાય છે. ઇન્ડસ્ટ્રિયલ કૅટેગરીમાં પ્રૉપર્ટી ટૅક્સ રેસિડેન્શિયલ કૅટેગરી કરતાં સવા ગણો હોય છે, જ્યારે કમર્શિયલ પ્રૉપર્ટીનો ટૅક્સ રેસિડેન્શિયલ પ્રૉપર્ટી કરતાં ડબલ કે ટ્રિપલ હોય છે. રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના સાથી પક્ષ કૉન્ગ્રેસના નગરસેવક રવિ રાજાએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. એ જ રીતે સુધરાઈના બીજેપીના જૂથ-નેતા પ્રભાકર શિંદેએ પણ એનો વિરોધ કર્યો છે. 

એક તો ધંધો છે નહીં. લાઇટબિલ સહિતના કોઈ પણ બિલમાં રાહત પણ આપી નથી. આ રીતે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવો બળતામાં ઘી હોમવા જેવું છે. ઑલરેડી અનેક દુકાનો જે ભાડા પર ચાલતી હતી એ બંધ થઈ ગઈ છે. જો આવું જ ચાલતું રહ્યું તો વેપારીઓ તો પતી જશે.
હરેન મહેતા, ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી 

18 June, 2021 07:45 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK