° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ગટરમાં પડી ગયેલા આ ભાઈ હવે ઘરની બહાર જવા તૈયાર નથી

15 June, 2021 07:35 AM IST | Mumbai | Priti Khuman Thakur

વિરારમાં રહેતા વિજયરાજ જૈન શુક્રવારે વરસાદને લીધે પાણી ભરાઈ જતાં ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. જોકે સમયસર દીકરાએ ત્યાં પહોંચીને તેમનો જીવ બચાવ્યો હતો

વિજયરાજ જૈન.

વિજયરાજ જૈન.

શુક્રવારે પડેલા વરસાદમાં વસઈ-વિરારના રસ્તાઓ પર પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. આ પાણી છેક સોસાયટીઓની અંદર જતાં રહેતાં રહેવાસીઓને અનેક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે વિરાર-વેસ્ટમાં ગોકુલ ટાઉનશિપમાં આવેલા વિવા ગોકુલ કૉમ્પ્લેક્સમાં રહેતા અને ક્રૉફર્ડ માર્કેટમાં કામ કરતા ૫૬ વર્ષના વિજયરાજ જૈન રસ્તા પર પાણી ભરાતાં અને લાઇટ ન હોવાથી ફુટપાથ પર આવેલી મોટી ખુલ્લી ગટર દેખાઈ ન હોવાથી સીધા એમાં ઘૂસી ગયા હતા. દીકરો સમય પર આવી જતાં પપ્પાને બચાવી લેવાયા હતા.

આ ખુલ્લી પડેલી ગટરમાં તેઓ પડ્યા હતા.

આ બનાવ વિશે માહિતી આપતાં વિજયરાજ જૈન ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોલિંજ રોડ પર આવેલી ભાજી માર્કેટ અને સાયન્સ ગાર્ડન પાસે કામ હોવાથી શુક્રવારે રાતે આઠ વાગ્યે વરસાદ રોકાયો ત્યારે ગયો હતો. વરસાદ નહોતો પરંતુ રસ્તા પણ પાણી ભરાયાં હતાં અને લાઇટ પણ ન હોવાથી અંધારું હતું. રસ્તા પર પાણી ભરાયાં હોવાથી સેફ્ટી માટે ફુટપાથ પર ચાલવાનું નક્કી કર્યું. મને શું ખબર કે મને ભારી પડશે. ફુટપાથ પર રહેલી મોટી ગટર ઉઘાડી પડી હતી અને એમાં સીધો હું ઘૂસી ગયો હતો. ગટર ખૂબ ઊંડી હતી અને હું વહેવા લાગ્યો અને ત્યાં એક ખાંચો હાથમાં આવતાં મેં એ પકડી લીધો હતો. ત્યાં કામ પતાવીને વરસાદ આવતાં મારા દીકરાને ફોન કર્યો કે તું છત્રી લઈને મને લેવા આવી જા. એથી મારો દીકરાને મેં ત્યાં આવતા જોયો અને તે મને શોધી રહ્યો હતો. મેં સાત-આઠ વખત જોરથી બૂમો પાડી.’

હું ગટરમાં છું એમ કહ્યું ત્યારે તેને ખબર પડી એમ જણાવતાં વિજયભાઈ કહે છે કે ‘દીકરો મને શોધવા લાગ્યો અને હું ગટરમાં છું એમ કહેતાં તે તરત ત્યાં પહોંચીને મને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. ગટરમાં પડતાં મારો ફોન ખરાબ થઈ ગયો. પૉકેટમાં કાગળિયા ને છસો જેટલા પૈસા હતા એ પણ વહીને જતા રહ્યા હતા. મને હાથ-પગમાં પણ થોડું લાગ્યું હતું. ગટરમાં પડ્યો ત્યારે મને ફક્ત એટલું જ થયું હતું કે મારે કેમ પણ કરીને મારો જીવ બચાવવો છે અને ખૂબ ડરી ગયો હતો. જો ગટરમાં થોડો પણ આગળ વહી ગયો હોત તો શું થયું હોત એ ઈશ્વરને જ ખબર. પરંતુ આ બનાવે મને એટલો મનમાં ડર લાવી દીધો છે કે હું એ બનાવ બાદ સોસાયટીની બહાર જતો નથી. ફરી વરસાદ પડશે અને આવો કંઈ બનાવ બન્યો તો એ ભયે બહાર જવાનો વિચાર જ હાલમાં મૂકી દીધો છે.’

15 June, 2021 07:35 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જયંત પાટીલની ઍન્જિયોગ્રાફી કરાઈ

બુધવારે કૅબિનેટની મીટિંગ દરમિયાન બેચેની થતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

30 July, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK