Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની કચ્છી યુવતીએ અમેરિકામાં ડંકો વગાડ્યો

મુંબઈની કચ્છી યુવતીએ અમેરિકામાં ડંકો વગાડ્યો

06 December, 2021 09:57 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

માટુંગામાં મોટી થયેલી જેસિકા હરિયાએ પોતાના પાર્ટનર સાથે મળીને હજી માર્ચ મહિનામાં જ કંપની શરૂ કરીને એક સૉફ્ટવેર ડેવલપ કર્યો, જેના આધારે તેમને મળેલા કરોડોના ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રતિષ્ઠિત‘ફૉર્બ્સ’ના અન્ડર-૩૦ના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે

પ્રાઉડ મુંબઈકર જેસિકા હરિયા

પ્રાઉડ મુંબઈકર જેસિકા હરિયા


મુંબઈમાં જન્મેલી કચ્છી વીસા ઓસવાળ જૈન જેસિકા હરિયા એન્ટરપ્રાઇઝ ટેક્નૉલૉજી માટે પ્રતિષ્ઠિત ‘ફૉર્બ્સ’ની ૩૦ વર્ષની ઉંમર હેઠળના ૩૦ જણની કૅટેગરીમાં પસંદગી પામી હતી. અમેરિકામાં માર્ચ ૨૦૨૧માં જ સૉફ્ટવેર કંપનીની સ્થાપના કરીને ટૂંકા સમયમાં વિશ્વની ટોચની બે સૉફ્ટવેર કંપની પાસેથી સાડાચાર મિલ્યન ડૉલર (લગભગ ૩૪ કરોડ રૂપિયા)નું રોકાણ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેસિકા હરિયા અને તેની કંપનીની કો-ફાઉન્ડરને આ સ્થાન પ્રાપ્ત થયું હતું. જેસિકાની આ સફળતાથી કચ્છી જૈન સમાજનું અને હરિયા પરિવારનું વિશ્વભરમાં નામ રોશન થયું છે. 
જેસિકાએ ૨૦૨૧ના માર્ચમાં અમેરિકાની જૅકલિન ઝુ સાથે લૉજિકલૂપની સ્થાપના કરી હતી. આ કંપની બિઝનેસ ડેટા ભેગા કરતા લોકો માટે કામ કરે છે. તેમણે ટોચના સ્તરના સિલિકૉન વૅલીના રોકાણકારો, સ્થાપકો અને એક્ઝિક્યુટિવ્સ પાસેથી સાડાચાર ‌મિલ્યન ડૉલરનું ભંડોળ મેળવવામાં સફળતા મેળવી હતી. લૉજિકલૂપ ઇજનેરોની જરૂર વગર તેમના ડેટા પર ચેતવણીઓ અને વર્કફ્લોને ટ્રિગર કરીને જટિલ વ્યાવસાયિક કામગીરી માટેના જરૂરી સમયમાં ઘટાડો કરે છે. આ કંપની આજે વિશ્વની અનેક કંપનીઓની વિશાળ શ્રેણીને છેતરપિંડી સામે લડતી ફિનટેક, ઇન્વેન્ટરી અને ઑર્ડર મૅનેજમેન્ટ માટે માર્કેટપ્લેસ, ગ્રાહકની સફળતા અને વેચાણ માટે સહાયરૂપ બની રહી છે. 
જેસિકા હરિયાની કંપની લૉજિકલૂપે એક લો-કોડ સૉફ્ટવેર ડેવેલપ કર્યું છે જેનાથી આઇટી એન્જિનિયરની મદદ વગર જ બનાવટી ટ્રાન્ઝેક્શન્સ પકડી શકાય છે. આજે ઑનલાઇન મની ટ્રાન્સફરના જમાનામાં ફ્રૉડ ટ્રાન્ઝૅક્શન્સ છાશવારે થતાં રહે છે. આ સૉફ્ટવેરથી કોઈ આઇટી પ્રોફેશનલની મદદ વગર પણ ફ્રૉડ ટ્રાન્ઝૅક્શન ડિટેક્ટ થઈ શકે છે. આજે ગ્રાહકો આ કંપનીથી ખૂબ જ ખુશ છે.
માટુંગામાં રહેતા અને ફૅબ્રિકસ ઇમ્પોર્ટનો બિઝનેસ કરી રહેલા હસમુખ હરિયાએ તેમની પુત્રી જેસિકાએ અત્યાર સુધી મેળવેલી સિદ્ધિઓની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેસિકા નાનપણથી હોશિયાર અને બુદ્ધિશાળી છે. અગાઉ જેસિકાએ તેના કૉલેજ સંશોધન પ્રોજેક્ટને અબજ ડૉલરની કંપની ઇન્સ્ટાબેઝમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી હતી અને લાખો વિશ્લેષકો દ્વારા ઉપયોગમાં લેવાતા ડેટા સૉફ્ટવેરનું નિર્માણ કર્યું હતું. તેણે યુએસએ અને ભારતમાં અસંખ્ય પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી છે. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાંથી મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં પ્રવેશ મેળવનારી તે પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થિની હતી. ત્યાં તેણે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો અને પહેલા જ વર્ષે સ્ટુન્ડટ તરીકે શૈક્ષણિક ન્યુઝપેપરો પ્રકાશિત કર્યાં હતાં. મુંબઈમાં તે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ટૉપર રહી હતી.’
 ટેન્થમાં ધી ઇન્ટરનૅશનલ જનરલ સર્ટિ‌ફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશનમાં જેસિકાને ભારતની શ્રેષ્ઠ વિદ્યાર્થિનીનો પુરસ્કાર મળ્યો હતો એમ જણાવીને હસમુખ હરિયાએ કહ્યું હતું કે ‘ભારતના ચાઇલ્ડ જિનીયસ પર રાષ્ટ્રીય ક્વિઝ ફાઇનલિસ્ટ હોવા બદલ જેસિકાને સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આવાં તો જેસિકાનાં ભારતમાં જ અનેક અચીવમેન્ટ્સ છે. જેસિકામાં રહેલા બુદ્ધિચાતુર્યને કારણે જ અંબાણી ગ્રુપનાં નીતા અંબાણી હંમેશા જેસિકાના ટચમાં રહે છે.’ 
હસમુખ હરિયા અને હર્ષા હરિયાએ તેમની દીકરીએ નાની ઉંમરમાં જ ‘ફૉર્બ્સ’માં સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રાઉડ ફીલ કરતાં કહ્યું હતું કે ‘જેસિકાને એન્ટરપ્રાઇઝ ટેક્નૉલૉજી માટે પ્રતિષ્ઠિત ‘ફૉર્બ્સ’ની ૩૦ વર્ષની ઉંમર હેઠળના ૩૦ જણની કૅટેગરીમાં પસંદગી પામી એ સમાચાર પણ અમારા સદ્નસીબે અમે અમેરિકામાં છીએ ત્યારે જ મળ્યા. આથી અમારી ખુશાલીનો કોઈ પાર નથી. જેસિકાએ યુએસએમાં રહેતા પ્રભાવ જૈન સાથે જ લગ્ન કર્યાં છે. પ્રભાવ જૈનના પરિવારમાં પણ અત્યારે આનંદ છવાઈ ગયો છે.’ 

જેસિકા હરિયા‌નું શું કહેવું છે?
હું જે કંપનીઓ સાથે પહેલાં કામ કરી ચૂકી હતી એ જ બે કંપનીઓ એક્સલ અને ફર્સ્ટ રાઉન્ડના સહસ્થાપકોએ જ મારામાં સૌથી મોટી રકમ સાડાચાર મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું છે એ મારા માટે ખૂબ જ ગર્વનો વિષય છે એમ જણાવતાં ઉત્સાહિત શબ્દોમાં જેસિકા હરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બન્ને કંપનીઓના સ્થાપકોએ અમારી કંપનીમાં રોકાણ કરતાં પહેલાં અમારા ઇન્ટરવ્યુ લીધા હતા. તેમણે અમારી બુદ્ધિ અને કૌશલ્યની ઇન્ટરવ્યુ દરમિયાન જ ખૂબ તારીફ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેં જે ટેક્નૉલૉજી ડેવલપ કરી છે એનાથી આજના યુગને બહુ મોટો ફાયદો અને સહાય મળશે. અમારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ કંપનીઓએ ‘ફૉર્બ્સ’ માટે અમને નૉમિનેટ કર્યાં હતાં. મારી કંપનીના રોકાણકારોમાં મારી પાર્ટનર જૅકલિન ઝુનો પણ જબરો સહયોગ રહ્યો છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 09:57 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK