Mumbai Road Accident: એક કાર્યકરનું કરુણ મોત નીપજ્યું છે તેમ જ અન્ય એક કાર્યકરની હાલત ગંભીર છે. પોલીસ ફરિયાદ નોંધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી
- કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઇ છે
- ‘મુલુંડ ચા રાજા ગણપતિ મંડળ’ના બે કાર્યકરોને ઝડપી કારે ટક્કર મારી હતી
આજથી મુંબઇમાં જ્યારે સર્વત્ર ગણેશોત્સવના પ્રારંભનો અનેરો ઉત્સવ છવાયેલો છે ત્યારે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુલુંડના રાજા ગણેશ મંડળ માટે આ વર્ષે ગણેશોત્સવની શરૂઆતમાં જ દુખદ સમાચાર છે. આ મંડળના કાર્યકરોમાં બાપ્પાના આગમનની ખુશી શોકમાં ફેરવાઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 4 વાગ્યાની આસપાસ આ મંડળના બે કાર્યકરોને ભયંકર અકસ્માત (Mumbai Road Accident) નડ્યો હતો.
એક કાર્યકરનું કરું મોત, એકની હાલત નાજુક
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એક કાર્યકરનું કરુણ મોત નીપજ્યું છે તેમ જ અન્ય એક કાર્યકરની હાલત ગંભીર (Mumbai Road Accident) છે. જોકે, આ કાર્યકરોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આ સાથે જ એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. જેમાં આ બંને કાર્યકરો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે એક કાર્યકરનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. અત્યારે તો પોલીસે આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
શું કહી રહી છે પોલીસ?
આ કરૂણ દુર્ઘટના (Mumbai Road Accident) બાદ પોલીસ જણાવી રહી છે કે નવઘર પોલીસે આ મુદ્દે કેસ દાખલ કર્યો છે અને કાર ડ્રાઇવરની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રસિદ્ધ ‘મુલુંડ ચા રાજા ગણપતિ મંડળ’ના બે કાર્યકરોને ઝડપી કારે ટક્કર મારી હતી, આ ઘટના સવારે સુમારે 4:00 વાગ્યાની આસપાસ બની હતી, અત્યારે અમે કેસ નોંધ્યો છે અને કાર ચાલકની શોધ પણ આદરી છે. મુંબઈ પોલીસનું નિવેદન તેમ જ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં ગઈકલે થયો હતો ગંભીર અકસ્માત
હજી તો ગઈકલે જ હાથરસમાં થયેલા ગંભીર અકસ્માત (Mumbai Road Accident)ના સમાચાર સામે આવ્યા હતા. શુક્રવારે નેશનલ હાઈવે 93 પર રોડવેઝની બસ પાછળથી વાહનને ટક્કર મારતાં વાનમાં મુસાફરી કરી રહેલા ચાર મહિલાઓ અને એટલી જ સંખ્યામાં બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં હતાં.
આ મુદે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.