Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાને આજે પણ ઘરની બહાર ન નીકળવાની ચેતવણી

મુંબઈગરાને આજે પણ ઘરની બહાર ન નીકળવાની ચેતવણી

09 July, 2024 08:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ તો મુંબઈમાં રેડ અલર્ટ સવારના સાડાઆઠ વાગ્યા સુધીની જ છે, પણ BMC કોઈ ચાન્સ લેવા નથી માગતી

અનેક ફ્લાઇટો કૅન્સલ

અનેક ફ્લાઇટો કૅન્સલ


કી હાઇલાઇટ્સ

  1. ગઈ કાલે ઊંઘતા ઝડપાયા બાદ ભારે વરસાદની આગાહીને પગલે સાવચેતી વર્તશે BMC
  2. આજે મુંબઈ સહિત MMRમાં સ્કૂલ, કૉલેજો રહેશે બંધ
  3. થાણે અને નવી મુંબઈમાં અતિવૃષ્ટિની શક્યતા

રવિવારે મધરાત બાદ શરૂ થયેલા વરસાદે છ કલાકમાં આખા શહેરને જળમગ્ન કર્યા બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની એક પણ મહાનગરપાલિકા કોઈ રિસ્ક લેવા નથી માગતી અને આ જ કારણસર મુંબઈ સહિત તમામ મહાનગરપાલિકાએ આજે સ્કૂલ, કૉલેજો બંધ રાખી છે.


વેધશાળાની આગાહી મુજબ મુંબઈમાં આજે સવારે સાડાઆઠ વાગ્યા સુધી રેડ અલર્ટ છે ત્યાર બાદ વરસાદની તીવ્રતા ઘટી જવાની હોવાથી યલો અલર્ટ રાખવામાં આવી છે, પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું કહેવું છે કે આજે મુંબઈમાં રેડ અલર્ટ હોવાથી તમામ સ્કૂલ અને કૉલેજ બંધ રાખવામાં આવી છે. એટલું જ નહીં, BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ તો શહેરના નાગરિકોને આજે જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાની પણ ના પાડી છે.




કિંગ્સ સર્કલ (તસવીર : શાદાબ ખાન)

થાણે, નવી મુંબઈમાં તો અતિવૃષ્ટિની શક્યતા સુધરાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ જ કારણસર ત્યાંની મ્યુનિસિપલ કૉર્પોરેશન અલર્ટ મોડ પર છે. MMRમાં અનેક જગ્યાએ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે વેધશાળાએ સત્તાવાર રીતે થાણે અને નવી મુંબઈમાં પણ આજ માટે યલો અલર્ટ જ જાહેર કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK