° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

મુંબઈ : પ્રાઇવેટ ડૉક્ટરોએ હવે આપવી પડશે ટીબીના પેશન્ટની માહિતી

02 March, 2021 09:49 AM IST | Mumbai | Mid-day Correspondent

મુંબઈ : પ્રાઇવેટ ડૉક્ટરોએ હવે આપવી પડશે ટીબીના પેશન્ટની માહિતી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની સૂચના મુજબ ટીબીના દરેક પેશન્ટની નોંધ અને સારવાર કરવી ફરજિયાત કરવામાં આવી છે. એથી ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટરો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કરી છે. એ અનુસાર સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં આવતા પેશન્ટમાં ટીબીનાં કોઈ પણ લક્ષણો દેખાય તો એની માહિતી આરોગ્ય વિભાગને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એવી સ્પષ્ટતા વસઈ-વિરાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

02 March, 2021 09:49 AM IST | Mumbai | Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

આંખ મારવી અને ફ્લાઇંગ કિસનો ઇશારો પણ યૌન ઉત્પીડન, આરોપીને આપી 13 મહિના કેદની સજા

મુંબઇની પૉક્સો કૉર્ટે સગીરને આંખ મારવા અને ફ્લાઇંગ કિસનો ઇશારો કરનારને દોષી માનીને 13 મહિનાની જેલની સજા સંભળાવી. 20 વર્ષના યુવક વિરુદ્ધ 14 વર્ષની સગીરે ફરિયાદ નોંધાવી હતી.

11 April, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

`દિલ્હીથી લેક્ચર ન આપે જાવડેકર`, મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સમર્થનમાં સંજય રાઉત

રાઉતે કહ્યું, "દેશને લૉકડાઉનની જરૂર છે કે નહીં, તે ફક્ત વડાપ્રધાન નક્કી કરી શકે છે પણ મને લાગે છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીના કાર્યક્રમ બાદ કેન્દ્ર આ નિર્ણય લેશે." તેમણે જણાવ્યું કે રાજ્ય વેક્સીનની અછતનો સામનો કરી રહ્યું છે.

11 April, 2021 03:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નેટ બોલર તરીકે પસંદગીના નામે હરિયાણાના યુવાન સાથે મુંબઈમાં ૫૦,૦૦૦ની છેતરપિંડી

ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો

11 April, 2021 10:45 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK