રાજ્ય સરકારે પોલીસને 36 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. પોલીસ માટે ત્રીસ હાર્નેસ અને મજબૂત ઘોડા ખરીદવામાં આવશે. તેમ જ તમામ સુવિધાઓ સાથેનું સ્ટેબલ પણ બનાવવામાં આવશે
એઆઈ દ્વારા નિર્મિત પ્રતીકાત્મક તસવીર
Mumbai Police to Do Patrolling on Horses: મુંબઈ પોલીસ દળમાં ટૂંક સમયમાં માઉન્ટેડ પોલીસ યુનિટ (ઇક્વેસ્ટ્રિયન)ની સ્થાપના કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે રૂા. 36 કરોડનું ફંડ મંજૂર કર્યું છે. માહિતી સામે આવી રહી છે કે મુંબઈ પોલીસ ટૂંક સમયમાં 30 ઘોડા ખરીદશે. તેમ જ મુંબઈમાં પેટ્રોલિંગ માટે પોલીસ આ જ ઘોડાઓનો ઉપયોગ કરશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.