° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


ટ્વિ્ટર પર સુસાઇડનો સંકેત આપનાર કેરલાના યુવકને મુંબઈ પોલીસે બચાવ્યો

02 August, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને એક રાજકીય પક્ષના નેતાએ ટ્વીટ્સ અને ઇન્સ્ટાગ્રામથી યુવક સાથે સતત વાતચીત ચાલુ રાખી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ટ્‍વિટર પર જીવનનો અંત લાવવાનો સંકેત આપનારા કેરલાના ૩૦ વર્ષના ડિપ્લોમાના વિદ્યાર્થીને શનિવારે સાઇબર પોલીસે મુંબઈની દાદરમાં આવેલી એક હોટેલમાંથી બચાવી લીધો હતો.

સેન્ટ્રલ રીજન સાઇબર પોલીસ સ્ટેશનને એક હતાશ વ્યક્તિ આત્મહત્યા કરવાના ઇરાદા વિશે ટ્વીટ કરી રહી હોવાની માહિતી શનિવારે સવારે એક પત્રકાર દ્વારા વૉટ્સઍપથી પૂરી પાડવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘માહિતી મળ્યા બાદ અમે તે વ્યક્તિની શોધ આદરી અને દાદરની એક પૉશ હોટેલમાં તેનું લૉકેશન ટ્રેસ કરાયું. ઇન્સ્પેક્ટર સંજય ગોવિલકરની આગેવાની હેઠળની ટીમ અને હોટેલ મૅનેજરે ડુપ્લિકેટ ચાવીથી બારણું ખોલ્યું. તે યુવક ચપ્પુ લઈને રૂમમાં બેઠો હતો. તેની ગર્લફ્રેન્ડે તેની સાથે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાથી તે હતાશ થઈ ગયો હતો.’

શુક્રવારે રાતે હોટેલમાં ચેક-ઇન કરનાર તે વ્યક્તિને હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો, જ્યાં તેનું નિષ્ણાત દ્વારા કાઉન્સેલિંગ કરાયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને એક રાજકીય પક્ષના નેતાએ ટ્વીટ્સ અને ઇન્સ્ટાગ્રામથી યુવક સાથે સતત વાતચીત ચાલુ રાખી હતી, જેના કારણે પણ આ યુવકે કોઈ ઉતાવળું પગલું ભર્યું નહોતું.

02 August, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

થાણેમાં રસ્તાઓ ખખડધજ બનતાં ચાર એન્જિનિયર્સને કરાયા સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

25 September, 2021 06:00 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમા અને થિયેટર્સ ફરી ખુલશે 

રાજ્યમાં સિનેમાઘરો અને થિયેટર્સને આરોગ્યના નિયમોનું પાલન કરીને 22 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

25 September, 2021 05:30 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રેપિસ્ટને પકડવા પોલીસે અજમાવી હનીટ્રૅપની યુક્તિ

યુવતીઓનો શોખીન યુવક મહિલા પોલીસની જાળમાં ફસાઈ જવાથી પકડાઈ ગયો

25 September, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK