Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: કાશ્મીરમાં ડ્રગ્સ સ્મગલર ઝડપયો

મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: કાશ્મીરમાં ડ્રગ્સ સ્મગલર ઝડપયો

15 January, 2022 05:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રાથમિક માહિતી અનુસાર, ખાન ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હતો અને મુંબઈમાં ડીલરોને 25 ટકા ડિસ્કાઉન્ટ પર ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કાશ્મીરના શ્રીનગર વિસ્તારમાંથી ડ્રગ્સની દાણચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી શ્રીનગર પોલીસ, યુનિટ 6, ક્રાઈમ બ્રાન્ચ, મુંબઈ પોલીસની મદદથી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ગુલઝાર મકબૂલ અહેમદ ખાન તરીકે થઈ છે. આ વિસ્તાર સંવેદનશીલ છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મુંબઈ પોલીસની ટુકડી સાથે લગભગ 100 સશસ્ત્ર કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ વિસ્તારના ડ્રગ ડીલરો આતંકવાદ સાથે સંકળાયેલા લોકો સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરના મગરમલ બાગમાંથી 8 જાન્યુઆરીએ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાના કારણે પોલીસ ત્યાં અટકી ગઈ અને આરોપીને મુંબઈ લાવવામાં વિલંબ થયો હતો. દારૂની હેરાફેરીના કેસમાં વધુ માહિતી મળવાની શક્યતા છે અને ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ થવાની શક્યતા છે.



મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ખાન ગયા વર્ષે ઓક્ટોબરમાં દહિસર ટોલ પ્લાઝા પરથી 24 કિલો શુદ્ધ કાશ્મીરી ચરસ સાથે ચાર લોકોની ધરપકડ કર્યા પછી એજન્સીઓના રડારમાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ઉદયનશિવ (52), તેની પત્ની ક્લેરા (52), પુત્રી સિન્થિયા (23) અને જસ્સર જહાંગીર શેખ (24) તરીકે થઈ છે. આ શખ્સની કાશ્મીરથી પરત ફરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.


મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં શ્રીનગરની મુલાકાતે આવી હતી. આરોપીની તેની દુકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ખાનની ધરપકડ બાદ મુંબઈ પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, આ વિસ્તાર સંવેદનશીલ છે અને અહીંનું વાતાવરણ ખરાબ છે. ભારે હિમવર્ષાને કારણે ટનલ બંધ હોવાથી મુંબઈ પોલીસ બે દિવસથી અટવાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ખાન ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હતો અને મુંબઈમાં ડીલરોને 25 ટકા ડિસ્કાઉન્ટ પર ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ખાનની અગાઉ 2010માં વર્લી એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા ડ્રગ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK