મુંબઈ શહેર પોલીસ વિભાગના એક હેડ કોન્સ્ટેબલને પાંચ વર્ષની તપાસમાં દોષી ઠર્યા બાદ તેને બરતરફ કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર
43 જેટલા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં મદદ કરનાર મુંબઈ પોલીસ (Mumbai Police)ના કોન્સ્ટેબલની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સમાચારથી મુંબઈ પોલીસ ખાતામાં ખળભળાટ ફેલાઈ મચી ગયો છે. તેમ જ આ રેકેટમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau)ના બે અધિકારીઓ પણ સામેલ હોવાની માહિતી સામે આવી છે.
માનવ તસ્કરીના દલાલો સાથે મિલીભગત
મુંબઈ શહેર પોલીસ વિભાગના એક હેડ કોન્સ્ટેબલને પાંચ વર્ષની તપાસમાં દોષી ઠર્યા બાદ તેને બરતરફ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે નકલી અને ડુપ્લિકેટ પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 43 લોકોને વિદેશ મોકલ્યા હતા.
આ મતે તેણે માનવ તસ્કરી ગેંગ સાથે હાથ મિલાવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ વર્ષ 2017માં આ કર્યું હતું, જ્યારે તેને સ્પેશિયલ બ્રાન્ચ IIમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ઇમિગ્રેશન અને પાસપોર્ટ ક્લિયરન્સની દેખરેખ રાખે છે. બાદમાં થોરાતને 25 નવેમ્બરે ડિસ્ચાર્જ ઑર્ડર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને કરી સમૃદ્ધિ હાઈવેની ટેસ્ટ રાઈડ, જાણો વિગત
રેકેટમાં ગુપ્તચર વિભાગના બે અધિકારીઓ પણ સામેલ
આંતરિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ માનવ તસ્કરીના દલાલો સાથે મિલીભગત કરી હતી. 2017માં બનાવટી પાસપોર્ટ અને છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, સહાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ તપાસ બાદ જાણવા મળ્યું કે આ રેકેટમાં ગુપ્તચર વિભાગના બે અધિકારીઓ પણ સામેલ હતા. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.