° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

માનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું

07 March, 2021 09:52 AM IST | Nagpur | Agency

માનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું

વાઘણ અવનિ

વાઘણ અવનિ

૨૦૧૮ના નવેમ્બર મહિનામાં ઠાર કરવામાં આવેલી માનવભક્ષી વાઘણ અવનિના બે વર્ષના બચ્ચાને ગઈ કાલે વિદર્ભના પેન્ચ ટાઇગર રિઝર્વના જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું. એ બચ્ચાને ખુલ્લા વાતાવરણની આદત પાડવા સહિત સારી રીતે ઉછેર કરાયા બાદ જંગલમાં છોડવામાં આવ્યું હોવાનું પેન્ચ ટાઇગર રિઝર્વના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અને ફીલ્ડ ડિરેક્ટરની કચેરીએ જણાવ્યું હતું. ‘એ બચ્ચાને નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટીના સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર અનુસાર બે વર્ષ સુધી ૫.૧૧ એકરના એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યું હતું. એ માદા બચ્ચું હવે ૩.૨ વર્ષનું થયું છે. ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં રેસ્ક્યુ ઑપરેશનમાં અનાથ બચ્ચા તરીકે પેન્ચ ટાઇગર રિઝર્વમાં એને લાવવામાં આવ્યું હતું.

07 March, 2021 09:52 AM IST | Nagpur | Agency

અન્ય લેખો

મુંબઈ સમાચાર

આંખ મારવી અને ફ્લાઇંગ કિસનો ઇશારો પણ યૌન ઉત્પીડન, આરોપીને આપી 13 મહિના કેદની સજા

મુંબઇની પૉક્સો કૉર્ટે સગીરને આંખ મારવા અને ફ્લાઇંગ કિસનો ઇશારો કરનારને દોષી માનીને 13 મહિનાની જેલની સજા સંભળાવી. 20 વર્ષના યુવક વિરુદ્ધ 14 વર્ષની સગીરે ફરિયાદ નોંધાવી હતી.

11 April, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

`દિલ્હીથી લેક્ચર ન આપે જાવડેકર`, મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સમર્થનમાં સંજય રાઉત

રાઉતે કહ્યું, "દેશને લૉકડાઉનની જરૂર છે કે નહીં, તે ફક્ત વડાપ્રધાન નક્કી કરી શકે છે પણ મને લાગે છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીના કાર્યક્રમ બાદ કેન્દ્ર આ નિર્ણય લેશે." તેમણે જણાવ્યું કે રાજ્ય વેક્સીનની અછતનો સામનો કરી રહ્યું છે.

11 April, 2021 03:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નેટ બોલર તરીકે પસંદગીના નામે હરિયાણાના યુવાન સાથે મુંબઈમાં ૫૦,૦૦૦ની છેતરપિંડી

ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો

11 April, 2021 10:45 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK