Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ઑમિક્રૉન કે નવો વેરિએન્ટ? BMCએ જીનોમ સિક્વેંસિંગને મોકલ્યા 300 સેમ્પલ

મુંબઈમાં ઑમિક્રૉન કે નવો વેરિએન્ટ? BMCએ જીનોમ સિક્વેંસિંગને મોકલ્યા 300 સેમ્પલ

01 April, 2022 10:25 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીએમસી પ્રમાણે ત્રીજી લહેરમાં સૌથી વધારે જીનોમ સિક્વેંસિંગ (Genome Sequencing) કરવામાં આવી. 9મા જીનોમ સિક્વેંસિંગ રિપૉર્ટમાં 95 ટકા સેમ્પલમાં ઑમિક્રૉન વેરિએન્ટની પુષ્ઠિ થઈષ જ્યારે ડેલ્ટા વેરિએન્ટ 5 ટકા મળ્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિદેશોમાં કોરોના (Corona)ના નવા વેરિએન્ટનો પ્રકોપ છે, જ્યારે અહીં જૂનમાં ચોથી લહેર (Corona Fourth Wave) આવવાની શક્યતા વિશેષજ્ઞોએ જણાવી છે. આ દરમિયાન બીએમસી (BMC) 11મી જીનોમ સિક્વેંસિંગ કરી રહી છે, આ અંતર્ગત 300થી વધારે કોવિડ પેશન્ટ્સના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બે-ત્રણ દિવસમાં રિપૉર્ટ આવતા જ સ્પષ્ટ થઈ જશે કે મુંબઈ (Mumbai)માં હાલ ઑમિક્રૉન છે, કે પછી કોઈક નવો વેરિએન્ટ પણ આવ્યો છે. બીએમસી પ્રમાણે ત્રીજી લહેરમાં સૌથી વધારે જીનોમ સિક્વેંસિંગ (Genome Sequencing) કરવામાં આવી. 9મા જીનોમ સિક્વેંસિંગ રિપૉર્ટમાં 95 ટકા સેમ્પલમાં ઑમિક્રૉન વેરિએન્ટની પુષ્ઠિ થઈષ જ્યારે ડેલ્ટા વેરિએન્ટ 5 ટકા મળ્યો.

ગયા મહિને 10મા જીનોમ સિક્વેંસિંગ રિપૉર્ટમાં ડેલ્ટ ગાયબ થઈ ગયો હતો,237 સેમ્પલમાંથી બધા કેસ કોરોના બી.એ-2 ઑમિક્રૉન વેરિએન્ટના હતા. વિદેશોમાં આ વેરિએન્ટનું મ્યૂટટેશન સંક્રમણ વધવાથી બીએમસી અલર્ટ મોડમાં છે. બીએમસીના વધારાના આયુક્ત સુરેશ કાકાણીએ જમાવ્યું કે 11મા જીનોમ સિક્વેંસિંગ રિપૉર્ટ આથી મહત્વપૂર્ણ છે, કારણકે આથી ખબર પડી શકશે કે હાલના વેરિએન્ટમાં કોઈક નવો મ્યૂટેશન થયો છે કે નહીં?



યોગ્ય રણનીતિ થકી ટળી ત્રીજી લહેર
કાકાણી પ્રમાણે ત્રીજી લહેર મુંબઈકર પર એ કારણસર હાવી થઈ શકી નહીં, કારણકે મોટાભાગના લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. આ સિવાય બીએમસીની ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટવાળી રણનીતિ ખૂબ જ કારગર નીવડી. લોકોએ પણ કોવિડના નિયમોનું કડકાઈથી પાલન કર્યું. તેમણે જણાવ્યું કે જીનોમ સિક્વેંસિંગ થકી ટેસ્ટિંગ સરળ રહ્યું, આઠમા જીનોમ સિક્વેંસિંગમાં 280 કોવિડ સેમ્પલ મોકલવામાં આવ્યા, જેમાં 248 ઑમિક્રૉન વેરિએન્ટ, 21 ડેલ્ટા ડેરિવેટિવ અને 11 ડેલ્ટા વેરિએન્ટ સંક્રમિત હતા. તો, સાતમા જીનોમ સિક્વેંસિંગ રિપૉર્ટમાં 282 સેમ્પલમાંથી 156માં ઑમિક્રૉન વેરિએન્ટ મળ્યા.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2022 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK