° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


મુખ્યમંત્રી શિંદેએ મરાઠાઓના આરક્ષણ માટે ઉપ-સમિતિનું કર્યું પુનર્ગઠન

20 September, 2022 04:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (CM Eknath Shinde) મંગળવારે (Tuesday) શિક્ષણ અને સરકારી નોકરીના ક્ષેત્રમાં મરાઠાઓને આરક્ષણ (Maratha Reservation) આપવા માટે એક ઉપ-સમિતિનું પુનર્ગઠન કર્યું છે જેના પ્રમુખ તેમણે ચંદ્રકાંત પાટિલને (Chandrakant Patil) બનાવ્યા છે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (CM Eknath Shinde) મંગળવારે (Tuesday) શિક્ષણ અને સરકારી નોકરીના ક્ષેત્રમાં મરાઠાઓને આરક્ષણ (Maratha Reservation) આપવા માટે એક ઉપ-સમિતિનું પુનર્ગઠન કર્યું છે જેના પ્રમુખ તેમણે ચંદ્રકાંત પાટિલને (Chandrakant Patil) બનાવ્યા છે. તેમના પહેલા અશોક ચવ્હાણના (Ashok Chavhan) હાથમાં આની કમાન હતી.

મુખ્યમંત્રીની ઑફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, પાટિલના નેતૃત્વમાં સમિતિ બધા સંબંધિત કાયદા અને ટેક્નિકલ પહેલુઓ પર ધ્યાન રાખશે જેથી એ ખાતરી કરી શકાય કે મરાઠા સમુદાયને તેમના હકના ક્વૉટા મળી શકે. સમિતિના અન્ય સભ્યોમાં રાધાકૃષ્ણ પાટિલ, ગિરીશ મહાજન, દાદા ભૂસે, શંભૂરાજ દેસાઈ અને ઉદય સામંત જેવા રાજ્યમંત્રી પ્રમુખ છે. જણાવવાનું કે આ ઉપ સમિતિનું નેત-ત્વ પહેલા મહાવિકાસ આઘાડી સરકાર હેઠળ પૂર્વ મંત્રી અશોક ચવ્હાણે કરી હતી.

સુપ્રીમ કૉર્ટે પહેલા આરક્ષણને જણાવ્યું હતું `અસંવિધાનિક`
મે, 2021માં સુપ્રીમ કૉર્ટે સરકારી નોકરીઓ મરાઠા સમુદાયને આરક્ષણ અને તેમના દાખલાને લઈને મહારાષ્ટ્ર સરકારના મરાઠા આરક્ષણના કાયદાને રદ કરતા આને અસંવિધાનિક જાહેર કર્યા હતા અને સાથે જ કૉર્ટે આરક્ષણની સીમા 50 ટકા પર નક્કી કર્યાના 1992ના ઇંદિરા સાહનીના નિર્ણયનો કોઈક મોટી પીઠ પાસે મોકલવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : મરાઠાઓને અનામત આપવા ૫૦ ટકાની મર્યાદા દૂર કરવી જરૂરી : અજિત પવાર

જણાવવાનું કે હાલ લગભગ એક મહિના પહેલાથી જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને કહ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા સામાન્ય માણસ માટે કામ કરવાની છે. સરકાર અન્ય પછાત વર્ગ મરાઠા અને ધનગર સમુદાયોને આરક્ષણના લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે ફક્ત એકનાથ શિંદે સરકાર જ નહીં, પણ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પણ મરાઠા આરક્ષણ માટે પ્રયાસ કરી ચૂકી છે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના લોકોને ન્યાય અપાવવા માટે દ્રઢ છે અને આ મુદ્દે કામ  કરી રહી છે.

20 September, 2022 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ગદ્દાર કોણ?

વિરોધીઓ સાથે સરકાર બનાવનાર કે બળવો કરનારા?: ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકબીજા પર આકરા પ્રહાર કર્યા : શિવસેનાની બન્ને દશેરાસભામાં મોટી સંખ્યામાં આખા રાજ્યમાંથી શિવસૈનિકો ઊમટ્યા

06 October, 2022 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોના પપ્પાની દિવાળી?

શિવસેનાનાં થયેલાં બે ફાડિયાં બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ દશેરાસભા પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા સામે આમઆદમીનો સવાલ

06 October, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

દશેરા રેલીમાં શિંદે પર ઉદ્ધવના આકરા પ્રહાર, કહ્યું - કટપ્પાને લોકો માફ નહીં કરે

હવે આ રેલીમાં ઉદ્ધવ શું કહે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે

05 October, 2022 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK