કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે

પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ રેલવે (WR) રવિવારે ચર્ચગેટ (Churchgate) સ્ટેશન અને મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) સ્ટેશન વચ્ચે જમ્બો બ્લોક લેશે, એમ WRની અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે, "ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણીના કાર્યો હાથ ધરવા માટે, ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે 27 નવેમ્બરના રોજ સવારે 10:35થી બપોરે 3.35 સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “બ્લોકના સમયગાળા દરમિયાન, ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની તમામ ધીમી લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. આ કારણે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.”
તેમણે ઉમેર્યું હતું કે “તેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ રહેશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરની વ્યવસ્થાની નોંધ લે.”
આ પણ વાંચો: Watch Video: આમ જ લેવો જોઈએ મુસાફરીનો આનંદ, પછી એ લોકલ ટ્રેન હોય કે જિંદગી