° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


વૅક્સિન રજિસ્ટ્રેશનની રેસ કઈ રીતે જીતશો?

13 May, 2021 07:54 AM IST | Mumbai | Gaurav Sarkar

હવે જ્યારે ૧૮-૪૪ વયજૂથ માટે વૅક્સિન રજિસ્ટ્રે‌‍‌શન ફરી શરૂ થશે ત્યારે સહેલાઈથી અને ઝડપભેર એ કઈ રીતે કરી શકશો એ‌ની આ છે ગાઇડ

નાયર હૉસ્પિટલમાં વૅક્સિન લઈ રહેલી મહિલા.

નાયર હૉસ્પિટલમાં વૅક્સિન લઈ રહેલી મહિલા.

ભારતમાં ૧૮થી ૪૪ વર્ષના વયજૂથના લોકો માટેનો કોરોના સામેની રસીકરણનો કાર્યક્રમ પહેલી મેથી શરૂ તો થઈ ગયો, પણ કોવિન પોર્ટલ કે આરોગ્ય સેતુ ઍપ પર સ્લૉટ બુક કરવાનું કાર્ય માથાનો દુખાવો બન્યું છે. ટેક્નિકલ આંટીઘૂંટી વિશે જાણ ન હોય તો સ્લૉટ બુક કરાવવાનું કામ લગભગ અશક્ય છે અને કેટલીક ચાવીરૂપ ટ્રિક્સ જાણતા હોય એવા લોકો માટે આ ગણતરીની મિનિટોનું કામ છે.

અહીંનાં કેન્દ્રો પરના તીવ્ર ભારણ વચ્ચે ઘણા લોકો મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)નાં દૂર-દૂરનાં સ્થળોએ જઈ રહ્યા છે. જોકે ઘણા લોકો સફળ પણ થયા છે અને તે અંગેની માહિતી લોકોને ઉપયોગમાં આવે એ હેતુથી ‘મિડ-ડે’એ આવા લોકો પાસેથી વિગતો એકઠી કરી હતી.

જુહુના દંપતી ૨૯ વર્ષના અનિરુદ્ધ અને ૨૮ વર્ષની કાયલ કોઠારીએ ૬ મેએ બીકેસી જમ્બો સેન્ટર ખાતે રસી લીધી હતી. કાયલે જણાવ્યું હતું કે ‘દર વખતે સ્લૉટ્સ બુક થઈ ગયેલા જોવા મળતા. ત્રીજી મે સુધીમાં મેં જાણકારી એકઠી કરી લીધી. સૌપ્રથમ તો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર બીએમસીને ફૉલો કરવું. તેઓ એક દિવસ અગાઉ સ્લૉટના ટાઇમ પોસ્ટ કરે છે. સ્લૉટ ક્યારે ઓપન થાય છે એ જાણવું અતિ મહત્ત્વનું છે.’.

અનિરૂદ્ધે જણાવ્યું હતું કે ‘પાંચ-દસ મિનિટ પહેલાં વેબસાઇટમાં લૉગ-ઇન થવું. સ્થિર ઇન્ટરનેટ કનેક્શન સાથે લૅપટૉપ કે ડેસ્કટૉપનો ઉપયોગ કરવો બહેતર છે. ઉપરાંત, ઝિપ કોડનો ઉપયોગ કરીને સેન્ટર શોધવું નહીં. એના કારણે વિસ્તાર અને સેન્ટર સીમિત થઈ જશે. રાજ્ય અને જિલ્લો યુઝ કરીને ૧૮-૪૪ ફિલ્ટર પસંદ કરવું. ઉપરાંત લિસ્ટ અપડેટ કરવા બ્રાઉઝરને રીફ્રેશ કરવું નહીં. પેજ રીફ્રેશ કરશો તો લૉગ આઉટ થઈ જશો અને તક ગુમાવી દેશો.’

13 May, 2021 07:54 AM IST | Mumbai | Gaurav Sarkar

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

IPS ઑફિસરના ઘરમાંથી ચોરાયેલા સોનાના દાગીના ખરીદવાના આરોપસર જ્વેલરની ધરપકડ

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભૂતપૂર્વ ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રાજ ખીલનાણીના પુણેના બંધ બંગલામાં દોઢ કિલો સોનું અને ૩૫ લાખ રૂપિયાની રકમની થયેલી ચોરીનો કેસ કોંઢવા પોલીસે બીજી એક ચોરીના કેસમાં પકડેલા બે આરોપીની પૂછપરછ કરતાં ઉકેલાઈ ગયો છે.

15 June, 2021 09:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK