° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


હુક્કાપાર્લર ચલાવતી ઘોડબંદરની હોટેલ પર કાશીમીરા પોલીસનો છાપો

15 June, 2021 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નિર્ધારિત સમય બાદ આલ્કોહૉલ સર્વ કરવો અને સાથે જ ગેરકાયદે હુક્કાપાર્લર ચલાવવા બદલ કાશીમીરા પોલીસે ઘોડબંદર રોડ પર આવેલી હોટેલ ચેના ગાર્ડન પર રવિવારે મધરાત બાદ ૧.૨૦ વાગ્યે છાપો મારીને પાંચ જણની ધરપકડ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

નિર્ધારિત સમય બાદ આલ્કોહૉલ સર્વ કરવો અને સાથે જ ગેરકાયદે હુક્કાપાર્લર ચલાવવા બદલ કાશીમીરા પોલીસે ઘોડબંદર રોડ પર આવેલી હોટેલ ચેના ગાર્ડન પર રવિવારે મધરાત બાદ ૧.૨૦ વાગ્યે છાપો મારીને પાંચ જણની ધરપકડ કરી હતી. કાશીમીરાના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિલાસ સાનપ અને કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ સંજય હઝારેની ટીમે આ કાર્યવાહી કરી હતી. પકડાયેલા લોકોમાં ઑપરેટર, મૅનેજર, કૅશિયર અને વેઇટર્સનો સમાવેશ થાય છે. આલ્કોહૉલ અને હુક્કાનું સેવન કરી રહેલા ૧૧ કસ્ટમર્સ જેમાં ૪ મહિલાઓ પણ હતી તેમને તાબામાં લઈને ચેતવણી આપવામાં આવી હતી. 

કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ હોટેલ-બાર પાસે હુક્કા સર્વ કરવાની એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની પરમિટ કે એવી કોઈ પરવાનગી નહોતી. એથી કાશીમીરા પોલીસે એ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. સાથે જ હાલ પૅન્ડેમિક ચાલુ હોવા છતાં આલ્કોહૉલ અને હુક્કા સર્વ કરીને એના નિયમોનો ભંગ કર્યાનો ગુનો નોંધ્યો હતો. એ સિવાય ફાયર સેફ્ટીના નિયમોનું પણ ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધ્યો હતો. 

15 June, 2021 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જયંત પાટીલની ઍન્જિયોગ્રાફી કરાઈ

બુધવારે કૅબિનેટની મીટિંગ દરમિયાન બેચેની થતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

30 July, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK