° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


નામ કોવિડનું, કામ ઇલેક્શનનું

28 October, 2021 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીનું કારણ આપીને મુંબઈમાં આ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સ નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ જાણકારોનું કહેવું છે કે સુધરાઈની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવો જોઈએ

નામ કોવિડનું, કામ ઇલેક્શનનું

નામ કોવિડનું, કામ ઇલેક્શનનું

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં ગઈ કાલે રાજ્ય સરકારની મહત્ત્વની કૅબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કોવિડને લીધે મુશ્કેલી અનુભવી રહેલા મુંબઈગરાઓને રાહત થાય એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે વર્ષ ૨૦૨૧-’૨૨માં સોસાયટી કે જમીનના પ્રૉપર્ટી ટૅક્સમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય મુંબઈ સહિતની મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની તમામ નગરપાલિકામાં વસતિના આધારે નગરસેવકોની સંખ્યામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય ૧૨ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ મુંબઈ શહેરની સાથે પરાંઓમાં અચાનક વીજળીનો પુરવઠો બંધ થવાની ઘટનામાં વીજળી કંપનીએ સોંપેલા અહેવાલને મંજૂર કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારની કૅબિનેટ બેઠકમાં રાજ્ય માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુંબઈગરાઓએ આગામી વર્ષ સુધી સોસાયટી કે જમીન માટે વધારે ટૅક્સ નહીં ભરવો પડે. સરકારે કોવિડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. દોઢેક વર્ષથી કામકાજ ન હોવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા મુંબઈગરાઓને સરકારના આ નિર્ણયથી રાહત થશે.
આ સિવાય સરકારે મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગરપરિષદોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા વસતિના આધારે વધારવાનો નિર્ણય લીધો હતો. સરકારે ૨૦૧૧માં થયેલી વસતિગણતરીના આધારે વૉર્ડની સંખ્યા વધારવાનો કૅબિનેટની બેઠકમાં લીધો હતો.
અત્યારે મહાનગરપાલિકામાં મુંબઈને બાદ કરતાં ઓછામાં ઓછા ૬૫ અને વધુમાં વધુ ૧૭૫ નગરસેવક છે. નગરપરિષદમાં ઓછામાં ઓછા ૧૭ અને વધુમાં વધુ ૬૫ સભ્ય છે. સતત વધી રહેલી વસતિ અને મહાનગર અને નાનાં નગરોમાં થઈ રહેલા ફેરફારને ધ્યાનમાં રાખીને બધાને યોગ્ય સુવિધા મળી રહે એ માટે સરકારે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. એ મુજબ મહાનગરપાલિકા અને નગર પરિષદમાં અત્યારની ઓછામાં ઓછી બેઠકમાં ૧૭ ટકા જેટલો વધારો કરવામાં આવશે.
૩થી ૬ લાખની વસતિવાળા ક્ષેત્રમાં ઓછામાં ઓછી ૭૬ અને વધુમાં વધુ ૯૬ બેઠક હશે. આવી જ રીતે ૬થી ૧૨ લાખ સુધીની વસતિના ક્ષેત્રમાં ૯૬થી ૧૨૬ જેટલી બેઠકો હશે. ૧૨થી ૧૪ લાખની વસતિવાળા મહાનગરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સંખ્યા ૧૨૬થી ૧૫૬ વચ્ચે હશે. ૨૪ લાખથી ૩૦ લાખ સુધીની વસતિવાળા ક્ષેત્રમાં ૧૫૬થી ૧૬૮ બેઠક હશે. ૩૦ લાખથી વધુની વસતિ ધરાવતા મહાનગરમાં ૧૬૮થી ૧૮૫ બેઠક હશે.
આવી જ રીતે એ ક્લાસ નગરપરિષદમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૪૦થી ૭૫ની વચ્ચે હશે. બી ક્લાસ નગરપરિષદમાં ૨૫થી ૩૭ અને સી ક્લાસ નગરપરિષદમાં આવા સભ્યોની સંખ્યા ૨૦થી ૨૫ની વચ્ચે રહેશે.

28 October, 2021 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દીકરીના લગ્નમાં સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

28 November, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK