Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપમાં થયો વધારો, જાણો કયા સ્ટેશને રહેશે ઉભી

મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપમાં થયો વધારો, જાણો કયા સ્ટેશને રહેશે ઉભી

27 October, 2022 09:04 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવેથી ટ્રેન વાપી સ્ટેશને પણ રહેશે ઉભી

વંદે ભારત એક્સપ્રેસની ફાઇલ તસવીર

વંદે ભારત એક્સપ્રેસની ફાઇલ તસવીર


તાજેતરમાં શરૂ થયેલી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ (Mumbai Central- Gandhinagar Capital) વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથિ આ ટ્રેન વાપી (Vapi) સ્ટેશને પણ ઉભી રહેશે.

રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેન નંબર 20901/20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલને વાપી સ્ટેશન પર ગઇકાલથી એટલે કે ૨૬ ઓક્ટોબર ૨૦૨૨થી સ્ટોપ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે મંત્રાલયે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું છે.



આ માહિતી પશ્ચિમ રેલવે (Western Railway)એ પણ ટ્વિટ કરીને આપી હતી.



મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ વંદે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬.૧૦ વાગ્યે ઉપડશે અને ગાંધીનગર કેપિટલ ૧૨.૨૫ વાગ્યે પહોંચશે. નવા ટાઈમ ટેબલ મુજબ આ ટ્રેન હવે વાપી સ્ટેશને ઉભી રહેશે. તે વાપી સ્ટેશને ૮.૦૪ વાગ્યે પહોંચશે અને ૮.૦૬ વાગ્યે ઉપડશે. ટ્રેન ૯.૦૦ વાગ્યે સુરત પહોંચશે અને ૯.૦૩ વાગ્યે ઉપડશે. ટ્રેન વડોદરા જંકશન પર ૧૦.૧૩ વાગ્યે પહોંચશે અને ૧૦.૧૬ કલાકે ઉપડશે. એ જ રીતે હવે સુધારેલા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ રાત્રે ૮.૧૫ વાગ્યે પહોંચશે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ સેન્ટ્રલ -ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં કાર્યરત વંદે ભારત ટ્રેનની શ્રેણીની ત્રીજી ટ્રેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ પહેલી ઓક્ટોબરથી આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ શ્રેણીની પ્રથમ ટ્રેન નવી દિલ્હી (New Delhi) અને વારાણસી (Varanasi) વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જ્યારે બીજી ટ્રેન નવી દિલ્હીથી વૈષ્ણોદેવી (Vaishno Devi) અને કટરા (Katra) વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2022 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK