° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


ગિફ્ટ આપવા બોલાવેલા દીકરાઓને નિવૃત્ત પોલીસ ઑફિસરે ગોળીએ દીધા

15 June, 2021 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં બનેલા બનાવમાં પિતાએ ૪ ગોળી ફાયર કરતાં એક દીકરો ગંભીર ઘાયલ થયો, બીજો પણ જખમી

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

નવી મુંબઈમાં રહેતા નિવૃત્ત પોલીસ ઑફિસર ભગવાન પાટીલે ગઈ કાલે તેમના બે દીકરા વિજય અને સુજયને ગિફ્ટમાં ગોળી આપી હતી. તેમણે સગા દીકરાઓ પર જ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એમાં વિજયને ત્રણ ગોળી લાગી હતી, જ્યારે સુજયને એક ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. નવી મુંબઈ પોલીસે ભગવાન પાટીલની ધરપકડ કરી હતી. વિજયને નવી મુંબઈની ઇંદ્રાયણી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે. 

વિજય હાલ વસઈમાં રહે છે. ભગવાન પાટીલે તેને ગિફ્ટ આપવી છે એમ કહી બોલાવ્યો હતો. એથી વિજય ગિફ્ટ લેવા આવ્યો હતો. ત્યારે ભગવાન પાટીલે તેના પર અને સુજય પર ગોળીઓ છોડી હતી. વિજયને પેટમાં અને ખભામાં ગોળી વાગી હતી અને એક ગોળી હાથ પરથી ઘસાઈને નીકળી ગઈ હતી. સુજયને પણ એક ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. લોહીનીંગળતી હાલતમાં વિજયને નજીકની ઇંદ્રાયણી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. 

ભગવાન પાટીલ નવી મુંબઈના નગરસેવક રાજુ પાટીલના સંબંધી છે. તેમણે આ પહેલાં પણ આવી હરકત કરી હતી. તેમણે રાજુ પાટીલ સામે જ રિવૉલ્વર તાકી હતી. જોકે એ કેસ પછી તેમની રિવૉલ્વર લઈ લેવાઈ હતી. થોડા વખત પહેલાં જ તેમને રિવૉલ્વર પાછી અપાઈ હતી. જોકે તેમણે સગા દીકરાઓ પર શા માટે ગોળીઓ ચલાવી એ જાણી શકાયું નહોતું. નવી મુંબઈ પોલીસે ભગવાન પાટીલની ધરપકડ કરી તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.

15 June, 2021 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK