Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : પનવેલના ક્વૉરન્ટીન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર

મુંબઈ : પનવેલના ક્વૉરન્ટીન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર

18 July, 2020 12:01 PM IST | Mumbai
Mumbai correspondent

મુંબઈ : પનવેલના ક્વૉરન્ટીન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પનવેલના ઇન્ડિયા બુલ્સ ક્વૉરન્ટીન સેન્ટરમાં દાખલ કરવામાં આવેલી ૪૦ વર્ષની મહિલા પર પચ્ચીસ વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલાને રાખેલી રૂમમાં મસાજ કરવાના બહાને ગયો હતો અને ત્યાં મહિલા સાથે કુકર્મ ગુજાર્યું હતું. જોકે આરોપીને પણ કોરોના હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી.

ઇન્ડિયા બુલ ક્વૉરન્ટીન સેન્ટરમાં ઇલાજ માટે ૧૫ તારીખે દાખલ થયેલી મહિલા ગુરુવારે સાંજના ૬.૩૦ વાગ્યે આપેલી રૂમમાં આરામ કરી રહી હતી. આ સમયે એ જ સેન્ટરમાં રાખવામાં આવેલો યુવક તેની રૂમમાં આવ્યો હતો અને મહિલાને મસાજ કરવાના નામે તેણે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરી મૂકતાં લોકોએ તેને પકડ્યો હતો.



આ પણ વાંચો : રેલવે સ્ટેશનો પર મળશે ઇલેક્ટ્રિક બાઇક અને ઑટો


એની ફરિયાદ મહિલાએ રાતના ૧૧ વાગ્યે પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક રાજપૂત સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બની હતી. મહિલાની ફરિયાદના આધારે ૩૭૬ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હાલમાં નવી મુંબઈમાં રહે છે. તેને ૧૬ તારીખે ઇન્ડિયા બુલ્સ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તે કોરોના વાઇરસનો દરદી છે એ કારણસર તેની ધરપકડ કરાઈ નથી. તેના કોરોનામુક્ત થતાં તેની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 12:01 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK