Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી

વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી

12 March, 2021 08:44 AM IST | Mumbai
Samiullah Khan

વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી

એટીએમ તોડવાની કોશિશ કરનાર સલીમ મન્સુરીને લઈ જતી પોલીસ

એટીએમ તોડવાની કોશિશ કરનાર સલીમ મન્સુરીને લઈ જતી પોલીસ


વસઈમાં એક આધેડ મહિલાએ ચતુરાઈપૂર્વક એટીએમ-ચોરને પકડાવી દીધો હતો. વસઈ-ઈસ્ટના ફાધરવાડીમાં બુધવારે મધરાત બાદ ૩ વાગ્યે આ ઘટના બની હતી.

બૅન્ક ઑફ ઇન્ડિયાના એટીએમમાં રાતે ૨.૩૦ વાગ્યે એક યુવાન ઘૂસ્યો હતો અને હથોડાથી મશીન તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે એટીએમને અડીને આવેલી એક રૂમમાં રહેતી ૪૫ વર્ષની સુલભા પવારની ઊંઘ સતત આવતા હથોડાના અવાજને કારણે ઊડી ગઈ હતી. તેણે બહાર આવીને જોતાં એટીએમનું શટર પાડેલું હતું અને અંદરથી હથોડાના અવાજ આવી રહ્યા હતા. તેણે ચતુરાઈપૂર્વક એટીએમને બહારથી તાળું મારી દીધું હતું અને ત્યાર બાદ પાડોશી ખાલીદ શેખને ફોન કરીને જાણ કરી હતી. સુલભા પવારની દીકરીએ તેને એમ કરતાં રોકી હતી અને કહ્યું પણ ખરું કે તું શા માટે જોખમ લે છે. એમ છતાં સુલભા પવારે કહ્યું કે બહાર કોઈ નથી અને હિંમત કરીને તેણે શટરને તાળું મારીને ચોરને એટીએમમાં પૂરી દીધો હતો.



lady


હથોડાથી તોડવાના અવાજથી જાગીને તેને પકડાવી દેનાર સુલભા પવાર.

પાડોશી ખાલીદ શેખે અન્ય લોકોને પણ એ વિશે જાણ કરી અને વાલિવ પોલીસને પણ ઇન્ફૉર્મ કરતાં તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ તે યુવાન ચોર સલીમ મન્સુરીને પકડી લેવાયો હતો. તેની પાસેથી મોટો હથોડો અને અન્ય સાધનો મળી આવ્યાં હતાં. તેણે અડધું મશીન તોડવામાં સફળતા મેળવી હતી, પણ કૅશ સુધી પહોંચી નહોતો શક્યો. વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ‍ વી. ચૌગુલેએ કહ્યું હતું કે બોરીવલીમાં રહેતો આરોપી સલીમ રીઢો ગુનેગાર છે અને આ પહેલાં પણ તેની સામે ચોરીના ગુના નોંધાયેલા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2021 08:44 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK