° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


IPS ઑફિસરના ઘરમાંથી ચોરાયેલા સોનાના દાગીના ખરીદવાના આરોપસર જ્વેલરની ધરપકડ

15 June, 2021 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભૂતપૂર્વ ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રાજ ખીલનાણીના પુણેના બંધ બંગલામાં દોઢ કિલો સોનું અને ૩૫ લાખ રૂપિયાની રકમની થયેલી ચોરીનો કેસ કોંઢવા પોલીસે બીજી એક ચોરીના કેસમાં પકડેલા બે આરોપીની પૂછપરછ કરતાં ઉકેલાઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભૂતપૂર્વ ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રાજ ખીલનાણીના પુણેના બંધ બંગલામાં દોઢ કિલો સોનું અને ૩૫ લાખ રૂપિયાની રકમની થયેલી ચોરીનો કેસ કોંઢવા પોલીસે બીજી એક ચોરીના કેસમાં પકડેલા બે આરોપીની પૂછપરછ કરતાં ઉકેલાઈ ગયો છે. કોંઢવા પોલીસ ચોરીના એક કેસમાં આ આરોપીઓની ઊલટતપાસ કરી રહી હતી ત્યારે તેમણે ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં એક બંગલામાં પણ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. વધારે તપાસ કરતાં પોલીસને ખબર પડી કે આ તો રાજ ખીલનાણીના બંગલામાં થયેલી ચોરીનો કેસ છે. ત્યાર બાદ તેઓ આરોપીઓને ગઈ કાલે વસઈ નજીકના નાયગાંવના એક મારવાડી જ્વેલરની દુકાને લઈને આવ્યા હતા. આરોપીઓએ ચોરી કરેલું ૭૫૦ ગ્રામ સોનું આ ઝવેરીએ ખરીદ્યું હોવાથી તેની પણ ચોરીનો માલ ખરીદવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.  

પોલીસે આપેલી માહિતી મુજબ રાજેશ સરોજ અને રાકેશ સરોજ નામના આ આરોપીઓની પૂછપરછમાં ચોરી કરેલા માલમાંથી તેમણે કહ્યું હતું કે મુંબઈના વસઈ નજીકના નાયગાંવ (ઈસ્ટ)માં આવેલા સાંવરિયા જ્વેલર્સમાં સોનાની ૧૦૦ ગ્રામની ૭ લગડી અને ૫૦ ગ્રામના દાગીના સહિત કુલ ૭૫૦ ગ્રામની મતા વેચી છે. આથી કોંઢવા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન મોરે અને તેમની ટીમ રવિવારે મોડી સાંજે આરોપીઓને લઈને નાયગાંવ પહોંચી હતી. આરોપીઓએ દુકાનના માલિક મદનલાલ પ્રજાપતિ સામે આંગળી ચીંધીને તેમને સોનાના દાગીના વેચીને તેમની પાસેથી ૩૨ લાખ રૂપિયા લીધા હોવાનું કહેતાં પોલીસે દુકાનદારને તાબામાં લીધા હતા. તેમને પુણે લઈ જઈને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સાંવરિયા જ્વેલર્સના ધરપકડ કરાયેલા મદનલાલ પ્રજાપતિના ભાઈ ખેમરાજ પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુણે પોલીસ જે આરોપીને અમારી દુકાન પર લઈ આવી હતી તેમને અમે ક્યારેય જોયા નથી કે તેમની પાસેથી કોઈ ખરીદી નથી કરી. પુણે પોલીસે અમારી દુકાન પર આવતા પહેલાં વાલિવ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરવી જોઈએ એ નહોતી કરી. ભાઈને લઈ જતી વખતે એન્ટ્રી કરીને તેમને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં તેમને સીધા પુણે લઈ જઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.’

15 June, 2021 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK