Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અનૈતિક સંબંધની શંકાએ પતિએ કરી પત્નીની હત્યા

અનૈતિક સંબંધની શંકાએ પતિએ કરી પત્નીની હત્યા

04 May, 2021 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં તેનું ગળું દબાવી દીધું અને એમ છતાં જીવ ગયો નહીં એટલે તેની છાતી પર આઠથી ૧૦ વખત ચાકુથી હુમલો કરીને ગંભીર જખમી કરી : જોકે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી

કુરાર પોલીસે પકડી પાડેલો પતિ મહેશ સોની

કુરાર પોલીસે પકડી પાડેલો પતિ મહેશ સોની


મલાડ (ઈસ્ટ)માં આવેલા કુરાર વિસ્તારના ક્રાન્તિનગરમાં રહેતી પત્નીના અનૈતિક સંબંધ વિશે મારવાડી પતિને શંકા હોવાથી તેણે પત્નીની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. કુરાર પોલીસે ૪૮ વર્ષની પૂનમ સોનીની હત્યાના આરોપસર તેના ૫૬ વર્ષના પતિ મહેશ સોનીની ધરપકડ કરી છે. પતિએ પત્નીની હત્યા એટલી ક્રૂરતાથી કરી કે પહેલાં તેનું ગળું દબાવી દીધું અને એમ છતાં તેનો જીવ ગયો નહીં એટલે તેની છાતી પર આઠથી ૧૦ વખત ચાકુથી હુમલો કરીને તેને ગંભીર રીતે જખમી કરી નાખી હતી. 



જીવ ગુમાવનાર પત્ની પૂનમ સોની.


આ હત્યા વિશે માહિતી આપતાં કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ બેલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહેશ સોનીએ તેની પત્ની પૂનમને ગંભીર રીતે જખમી કરી હતી. બન્ને વચ્ચે ઝઘડો થતો હોવાનું સાંભળીને પાડોશીઓએ તેમના ૨૨ વર્ષના દીકરાને ફોન કરીને જાણ કરી હતી. એક પ્રાઇવેટ કેબલ કંપનીમાં કામ કરતો દીકરો તરત જ ઘરે આવી ગયો હતો. પોતાની મમ્મીને ગંભીર અવસ્થામાં જખમી જોઈને તેણે મિત્રોની મદદ લીધી હતી અને મમ્મીને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ 
તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે આરોપી પતિને પકડી પાડ્યો હતો. મહેશ પહેલાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા ઘણા વખતથી કોઈ કામકાજ કરતો નહોતો અને દીકરો જે કમાતો એનાથી તેમનું ઘર ચાલતું હતું. પોલીસની તપાસમાં પતિએ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાનું કહ્યું હતું. આ વાતને લઈને બન્ને વચ્ચે હંમેશાં ઝઘડો થતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ વિશે પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં હાજર કરતાં ૬ મે સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK